Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે:દેશના 22.79 લાખ અને રાજકોટના 4176 વિદ્યાર્થીઓની NEETની એક્ઝામ, ધો.9-10માં શિક્ષક બનવા માટે 33,303 ઉમેદવારો

    9 hours ago

    ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આગામી તારીખ 3 મે,2026 ના રોજ લેવાનાર છે. જેમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો પર 4,176 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. જ્યારે આ જ દિવસે એટલે કે રવિવારે ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા પણ 3 મેના યોજાશે. જેમાં રાજકોટમાં 33,303 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પ્રિલિમ્સ પરીક્ષામાં 0.25 માઈનસ સિસ્ટમ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી મળશે રાજકોટની પ્રીમિયર સ્કૂલના સાયન્સ એક્સપર્ટ નેહા દેસાઈએ જણાવ્યુ હતુ કે, મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા 3 મેના બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. ‘એવરેજ વિદ્યાર્થીઓએ બાયોલોજી અને કેમેસ્ટ્રીનું રિવિઝન જ કરવું જોઈએ’ તેમણે વધુમાં જણાવ્યું કે, 720 માર્કની પરીક્ષા હશે. જેમાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હશે. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું. હવે પરીક્ષાને બે દિવસ જ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓએ માત્ર રિવિઝન કરવું જોઈએ. જેમાં પણ એવરેજ વિદ્યાર્થીઓએ માત્ર બાયોલોજી અને કેમેસ્ટ્રીનું રિવિઝન જ કરવું જોઈએ. TAT - 1ની પ્રિલિમ્સ પરીક્ષા, 33 હજાર ઉમેદવારો જ્યારે ગુજરાતમાં તા.3 મેના માધ્યમિક એટલે કે ધો. 9અને 10માં શિક્ષક બનવા માટેની TAT - 1ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટમાં 165 કેન્દ્રો પરથી 33,303 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષાનો સમય બપોરે 3થી 6 વાગ્યા સુધીનો છે. જે માટે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા તમામ ઉમેદવારોએ એન્ટ્રી મેળવી લેવાની રહેશે. '100માંથી 70 માર્કથી વધુ આવ્યા તે મેન્સ માટે ક્વોલિફાય' એક્સપર્ટ દિનેશ કણેતે જણાવ્યું હતુ કે, તા.3 મે ના TAT - 1 ની પરીક્ષા લેવામાં આવશે. અગાઉ વર્ષ 2023 માં પરીક્ષા લેવામાં આવી હતી અને હવે વર્ષ 2026 માં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ રહેશે. જેમાં 200 માર્કનું પેપર હશે અને તેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સનું જે - તે વિષયનું પેપર હશે. પ્રિલિમ્સ પરીક્ષા માટે પાસ થશે તે મેન્સ માટે ક્વોલિફાય થશે. ગત વખતે 100 માંથી 70 માર્કથી વધુ આવ્યા તેઓને મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવ્યા હતા. આ પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ પ્રકારની રહેશે. જે બાદ મેન્સ પરીક્ષાનું પેપર વર્ણનાત્મક પ્રકારનું રહેશે. 0.25 માઇનસ સિસ્ટમ સાથે આ પરીક્ષા લેવાશે એટલે કે 4 MCQ ખોટા પડે એટલે સાચા માંથી એક માર્ક કપાશે. રાજકોટમાં NEET પરીક્ષામાં કયા સેન્ટર પરથી કેટલા વિદ્યાર્થીઓ?
    Click here to Read More
    Previous Article
    અસહ્ય ગરમીમાંથી મળશે આંશિક રાહત:ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
    Next Article
    વેરાવળ વન વિભાગની સતર્કતા અને સંવેદનશીલતા:બીમાર સિંહબાળને બચાવી માતા સાથે કરાવ્યું હૃદયસ્પર્શી પુનર્મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment