Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ વન વિભાગની સતર્કતા અને સંવેદનશીલતા:બીમાર સિંહબાળને બચાવી માતા સાથે કરાવ્યું હૃદયસ્પર્શી પુનર્મિલન

    8 hours ago

    જંગલની ગહનતા વચ્ચે જીવદયા અને ફરજ નિષ્ઠાનું એક જીવંત ઉદાહરણ વેરાવળ વન વિભાગ દ્વારા સર્જાયું છે. વેરાવળ રેન્જ વિસ્તારમાં પોતાની માતા સાથે ફરી રહેલા એક સિંહબાળની તબિયત બગડેલી હોવાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને સમયસરની કામગીરી દ્વારા સિંહબાળને નવી જિંદગી આપી છે. મળતી માહિતી મુજબ, પંડવા વીડી વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન વનકર્મીઓની નજર એક નબળા અને અસ્વસ્થ લાગતા સિંહબાળ પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક રેસ્ક્યુ ટીમને સૂચના આપવામાં આવી હતી. ટીમે યોગ્ય કૌશલ્ય અને તકેદારી સાથે સિંહબાળનું સફળ રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો. અહીં નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાર દિવસ સુધી સિંહબાળને ઇન્ટેન્સિવ સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન સિંહબાળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો અને અંતે તે સંપૂર્ણ સ્વસ્થ બની ગયો હતો. વન વિભાગ દ્વારા તમામ પ્રોટોકોલનું પાલન કરીને અને માતા-સંતાનના વર્તનને ધ્યાનમાં રાખીને સિંહબાળને ફરીથી તેની માતા સાથે મિલન કરાવાયું હતું. આ પુનર્મિલનનો ક્ષણ પ્રકૃતિપ્રેમીઓ માટે અત્યંત ભાવુક અને આનંદદાયક બની રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ વન વિભાગની ઝડપી કામગીરી, વૈજ્ઞાનિક અભિગમ અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે વિભાગ સતત પ્રતિબદ્ધ રહી કાર્ય કરી રહ્યો છે, જેના કારણે જ આવી સફળતાઓ શક્ય બની રહી છે. વન વિભાગની આ કામગીરીએ એક વખત ફરી સાબિત કર્યું છે કે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે માનવની જવાબદારી માત્ર કાગળ પર નહીં, પરંતુ વ્યવહારમાં પણ નિભાવવામાં આવી રહી છે—જે ખરેખર સરાહનીય છે.
    Click here to Read More
    Previous Article
    3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે:દેશના 22.79 લાખ અને રાજકોટના 4176 વિદ્યાર્થીઓની NEETની એક્ઝામ, ધો.9-10માં શિક્ષક બનવા માટે 33,303 ઉમેદવારો
    Next Article
    Why AI still struggles to defend against cyberattacks even in the age of Mythos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment