Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસહ્ય ગરમીમાંથી મળશે આંશિક રાહત:ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર

    9 hours ago

    રાજ્યના નાગરિકોને આજથી અસહ્ય ગરમીમાંથી રાહત મળવાની છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં. જો કે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજુ પણ 7 જેટલા શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે આજથી રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીએ ગરમી પહોંચ્યા બાદ તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી કોઈપણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. તેમજ 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં જોવા મળ્યુ હતુ. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 43. ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 42.6 ડિગ્રી, અમરેલીમાં 42.1 ડિગ્રી, ગાંધીનગરમાં 42.2 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, ડાંગમાં 38.2 ડિગ્રી, કંડલામાં 39 ડિગ્રી, દાહોદમાં 37.7 ડિગ્રી, નલિયામાં 37.6 ડિગ્રી, દમણમાં 36 ડિગ્રી, ઓખામાં 33.2 ડિગ્રી, સુરતમાં 34.2 ડિગ્રી, પોરબંદરમાં 34.2 ડિગ્રી, દ્વારકામાં 32.6 ડિગ્રી, દીવમાં 32.8 ડિગ્રી, વેરાવળમાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ કોઈ મોટો બદલવા જોવા મળશે નહીં. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ શકે છે. તેમજ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 43.6 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે નોંધાયું છે. ત્રણ દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહેવાનું અનુમાન છે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં ફેરફાર થશે.
    Click here to Read More
    Previous Article
    પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી, 11 PHOTOS:બંગાળમાં મોદીએ ઝાલમુડી ખાધી, મમતાએ સ્કૂટી પર સવારી કરી; રાહુલે કેરળમાં સાયકલ ચલાવી
    Next Article
    3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે:દેશના 22.79 લાખ અને રાજકોટના 4176 વિદ્યાર્થીઓની NEETની એક્ઝામ, ધો.9-10માં શિક્ષક બનવા માટે 33,303 ઉમેદવારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment