Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં દેશી તમંચા-કારતુસ સાથે 3 ઝડપાયા:હોટલના પાર્કિંગમાંથી SOGએ કાર્યવાહી કરી

    11 hours ago

    પંચમહાલ SOG ટીમે ગોધરા તાલુકાના ટુવા હાઇવે રોડ પર આવેલા હરપ્રિત ઢાબાના પાર્કિંગમાંથી ત્રણ ઇસમોને દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે અલ્ટો કારમાંથી હથિયાર અને કારતુસ જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અશ્વિનકુમાર અરવિંદસિંહ વાઘેલા, શિરાજકુમાર અરવિંદસિંહ વાઘેલા અને કરણપાલ કુમાર ગોપાલસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જ તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કાર, દેશી તમંચો અને જીવતા કારતુસ સહિત કુલ રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ત્રણેય ઇસમો વિરુદ્ધ કાંકણપુર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓએ આ દેશી તમંચો ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો હતો, તેમજ તેનો ઉપયોગ કયા હેતુથી કરવાનો હતો, તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 12 ગુજરાતી ગુમ:ન્યૂઝિલેન્ડમાં વસતુ વડોદરાનું પટેલ દંપતી મિસિંગ, ફિલ્મ એક્ટ્રેસ માનસી પારેખ ચીનમાં ફસાઈ
    Next Article
    રાધનપુરમાં યુવતીની છેડતી કરનાર સહિત 5 સામે ગુનો:શાળા સમયથી પીછો કરનાર યુવકે છેડતી કરી, પરિવારજનોએ યુવતીને ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment