Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે કંપનીના ચાર ડિરેક્ટર સામે તપાસની માગ:રાજસ્થાનના 3 પ્રોજેક્ટનું કામ પૂર્ણ ન કરી ₹6 કરોડની ગેરરીતિ આચરી, નોટિસ બાદ કરાર પણ રદ

    3 days ago

    વડોદરામાં રહેતા દીનેશચંદ્ર એકવાટેક જે.વી.ના ઓથોરાઇઝ્ડ કંપનીના કર્મચારીએ રાજસ્થાન સરકારના ત્રણ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં કરોડોની નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવી છે. બે કંપની સાથે સંકળાયેલા ચાર ડિરેક્ટરે કોન્ટ્રાક્ટ મુજબનું કામ પૂર્ણ ન કરી, નાણાં અન્ય ખાતામાં જમા કરાવી તથા માલસામાન તેમજ સોલાર પેનલની ખરીદીના નામે નાણાંનો ઉપયોગ કરી કંપનીને આશરે રૂ.5.91 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. જેથી તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચાર ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કંપની સરકારી પ્રોજેક્ટનું કામ કરે છે વડોદરામાં રહેતા વિનેશ ભારતી રવજીભારતી ગોસ્વામી (ઉં.વ.36)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વડોદરામાં પરિવાર સાથે રહે છે અને 2023થી દીનેશચંદ્ર એકવાટેક જે.વી. કંપની સાથે જોડાયેલા છે. તેઓ કંપનીમાં ઓથોરાઇઝ્ડ પર્સન તરીકે લીગલ અને વહીવટી કામગીરી સંભાળે છે. કંપનીને સરકાર તરફથી મળતા કોન્ટ્રાક્ટનું કામ કરવામાં આવે છે. અન્ય બે કંપનીને સબ કોન્ટ્રાક્ટ આપ્યો 2023માં રાજસ્થાન સરકાર તરફથી શ્રી ગંગાનગર, ગંગાપુર સિટી અને સવાઈ માધોપુર એમ ત્રણ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. ત્રણેય પ્રોજેક્ટમાં ગટર લાઇનનું પાણી ભેગું થાય તેનું વિભાજન કરવા માટે પ્લાન્ટ બનાવવાનો સમાવેશ થતો હતો. કંપની તમામ કામગીરી જાતે કરી શકે તેમ ન હોવાથી ગંગાપુર સિટી અને સવાઈ માધોપુરનું કામ ટર્બોટેક ઇન્ફ્રાનેટ પ્રા.લિ.ને તથા શ્રી ગંગાનગરનું કામ સીનર્જેઝ સોલ્યુશન પ્રા.લિ.ને સબ કોન્ટ્રાક્ટ તરીકે સોંપવામાં આવ્યું હતું. સમયસર કામગીરી સરૂ ન થતા કોન્ટ્રાક્ટ રદ કર્યો બંને કંપની સાથે નાણાકીય લેવડદેવડ માટે એસ્ક્રો એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટની રકમ કંપનીના ખાતામાં આવે ત્યારે 7.5 ટકા રકમ દીનેશચંદ્ર એકવાટેક જે.વી. પાસે રહે અને બાકીની 92.5 ટકા રકમ સંબંધિત કંપનીના ખાતામાં જમા થવાની વ્યવસ્થા હતી. સીનર્જેઝ સોલ્યુશનને સોંપવામાં આવેલા શ્રી ગંગાનગર પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. વિનેશ ગોસ્વામી દ્વારા કામ શરૂ કરવા માટે વારંવાર ઈ-મેઇલ અને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કામગીરી શરૂ ન થતાં 14 જૂન, 2025ના રોજ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. કંપનીની જાણ બહાર ચેક અન્ય ખાતામાં જમા કરાવી દીધો આ ઉપરાંત ટર્બોટેક ઇન્ફ્રાનેટ પ્રા.લિ.ને સોંપવામાં આવેલા ગંગાપુર સિટી અને સવાઈ માધોપુર પ્રોજેક્ટનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતુ. કામ ફરી શરૂ કરવા માટે નોટિસ આપવા છતાં કામગીરી ન થતાં બંને પ્રોજેક્ટના કરાર પણ રદ કરવામાં આવ્યા હતા. એપ્રિલ, 2025માં ઇન્કમટેક્સ રિટર્ન માટે બેંકની વિગતો મેળવતી વખતે ગંગાપુર સિટી પ્રોજેક્ટની રકમ ટર્બોટેકના ખાતામાં જમા થવાને બદલે તેમની જાણ બહાર સીનર્જેઝ સોલ્યુશન પ્રા.લિ.ના ખાતામાં જમા થયાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે 5 માર્ચ, 2025ના રોજ સીનર્જેઝને લેખિતમાં જાણ કરી ઇન્વોઇસ માગવામાં આવ્યું હતું. માલ મંગાવી મોટા ભાવનો પરત ન કર્યો સીનર્જેઝ કંપનીએ જવાબમાં પેમેન્ટ ક્લેરિકલ મિસ્ટેકથી તેમના ખાતામાં જમા થયાનું જણાવ્યું હતું અને રકમ ટર્બોટેકના ખાતામાં ટ્રાન્સફર કરવાની ખાતરી આપી હતી. જોકે આજદિન સુધી ઇન્વોઇસ કે રકમ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સવાઈ માધોપુર માટે આશરે રૂ.40.28 લાખ અને ગંગાપુર સિટી માટે આશરે રૂ.56.40 લાખનો માલસામાન ખરીદવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક નાણાં ચૂકવાયા હતા, જ્યારે બાકીનો માલ પરત કરવામાં આવ્યો હતો. વધુમાં સોલાર પેનલ ખરીદવાના નામે રૂ.2.63 કરોડથી વધુની ખરીદી કરવામાં આવી ન હોવાનું તેમજ માલ ખરીદવાના નામે મેળવેલી રૂ.3.28 કરોડથી વધુની રકમનો પોતાના ઉપયોગમાં વપરાશ કર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ગોત્રી પોલીસમાં કાર્યવાહીની માગ આ તમામ વ્યવહારોને કારણે કંપનીને રૂ.5.91 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ. સીનર્જેઝ સોલ્યુશન પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મૌનેશ નીરંજન પંડ્યા, ડિરેક્ટર હર્ષાબેન મૌનેશ પંડ્યા તથા ટર્બોટેક ઇન્ફ્રાનેટ પ્રા.લિ.ના ડિરેક્ટર કૈલાશચંદ્ર રામગોપાલ લોહિયા અને દિશા કૈલાશચંદ્ર લોહિયા સામે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ગોત્રી પોલીસે કંપનીઓના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!:રાત્રે એક કલાકનો બ્રેક, નાસ્ડેકે શરૂ કરી તૈયારી; જાણો રોકાણકારોને ક્યારથી મળશે નવી સુવિધા
    Next Article
    મકરપુરામાં ચણતરકામ વખતે બીજા માળેથી પટકાતાં યુવકનું મોત:પરિવારે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment