Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકરપુરામાં ચણતરકામ વખતે બીજા માળેથી પટકાતાં યુવકનું મોત:પરિવારે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી

    3 days ago

    વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સાઈ અનંત સોસાયટીમાં ચણતરકામ દરમિયાન બીજા માળેથી નીચે પટકાતાં 30 વર્ષીય શ્રમિકનું સારવારમાં મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના પરિવારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજા માળેથી પટકાતાં માથામાં થઈ હતી ગંભીર ઈજા મકરપુરાની સાઈ અનંત સોસાયટીના બી/41 નંબરના મકાનમાં ચણતરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કડિયાકામની છૂટક મજૂરી કરતા કિરણભાઈ રમણભાઈ માળી (ઉં.વ. 30) સવારે કામ કરતી વખતે અચાનક બીજા માળેથી નીચે પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કિરણભાઈ હિતેશભાઈ મંગુભાઈ માછી નામના કોન્ટ્રાક્ટર હેઠળ મજૂરીકામ કરવા ગયા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલા મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈ રમણભાઈ માળીએ કોન્ટ્રાક્ટર હિતેશ માછી સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    બે કંપનીના ચાર ડિરેક્ટર સામે તપાસની માગ:રાજસ્થાનના 3 પ્રોજેક્ટનું કામ પૂર્ણ ન કરી ₹6 કરોડની ગેરરીતિ આચરી, નોટિસ બાદ કરાર પણ રદ
    Next Article
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ:પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું, 2000 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ છોડી; ઉત્તરાખંડમાં 4 મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment