Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:વર્ષમાં 3 હજાર PNG જોડાણ સામે 2 માસમાં જ 9,600 જોડાણ લેવાયાં

    1 सप्ताह पहले

    ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણેક માસથી વધતા જતા તણાવ તેમજ એની અસરરૂપે શહેરમાં એલપીજી સિલિન્ડરની સંભવિત અછત વચ્ચે શહેરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) કનેક્શન લઈ લેવા માટે લોકોમાં નોંધપાત્ર રસ વધતો જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ગેસ કંપનીએ ઘરગથ્થુ વપરાશ માટે પીએનજી અપનાવવા ચલાવેલા અભિયાનના પરિણામે માત્ર એપ્રિલ અને મે મહિનામાં જ 15 હજારથી વધુ નવી અરજીઓ મળી છે. સામાન્ય રીતે ગુજરાત ગેસ કંપની સુરત શહેરમાં એક વર્ષ દરમિયાન આશરે 3 હજાર ઘરેલું પીએનજી કનેક્શન આપે છે. જો કે આ વખતે માત્ર છેલ્લા બે મહિનામાં જ 15 હજારથી વધુ અરજીઓ મળતા માંગમાં 5 ગણાથી વધુ વધારો નોંધાયો છે. કંપનીએ અત્યાર સુધીમાં 9,600 જેટલાં ઘરોમાં નવાં કનેક્શન શરૂ કરી દીધાં છે, જ્યારે બાકીની અરજીઓ તાકીદની પ્રક્રિયા હેઠળ હોવાની માહિતી છે. છેલ્લા બે મહિનામાં જ PNG જોડાણની માંગમાં 5 ગણો વધારો નોંધાયો પીએનજી માટે માંગ કેમ વધી? બે મહિનામાં આંકડાઓ શું કહે છે? તંત્ર અને ગુજરાત ગેસના અભિયાનની અસર શહેરમાં હજુ પણ આશરે 6 હજાર એવી રહેણાંક સોસાયટીઓ છે જ્યાં 100 ટકા ઘરો સુધી પીએનજી કનેક્શન પહોંચ્યું નથી. આ સ્થિતિ બદલવા ગુજરાત ગેસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. કંપની દ્વારા આવી સોસાયટીઓના પ્રમુખોને પત્ર લખી સભ્યોને પીએનજી કનેક્શન લેવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1,200 જેટલી સોસાયટીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. 30મી સુધી અરજી કરો તો 500 રૂપિયાની રાહત, મંજૂરી ઝડપી કરાશે જિલ્લા વહીવટી તંત્રે વિવિધ વિભાગોને સૂચના આપી હતી કે પીએનજી કનેક્શન માટે કોઈ એનઓસી અથવા મંજૂરી બાકી હોય તો તેને ઝડપી મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત વધુમાં વધુ લોકો પીએનજી અપનાવે તે માટે ગુજરાત ગેસ દ્વારા 30 જૂન સુધી અરજી કરનાર ગ્રાહકોને કનેક્શન ચાર્જમાં 500 રૂપિયાની રાહત આપવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરો માટે સેન્ટ્રલ ડેપોની ૫૮ બસોનો બિનઉપયોગી:પાણીગેટ ડેપોમાં જતી-આવતી 58 એસટી યાત્રી માટે બંધ,રિક્ષાના 3થી 5 ગણા રૂપિયા આપવાની મજબૂરી
    Next Article
    છેતરપિંડી:શેરબજારમાં ઊંચા વળતરની લાલચે યુવક સાથે રૂા. 69 હજારની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment