Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:શેરબજારમાં ઊંચા વળતરની લાલચે યુવક સાથે રૂા. 69 હજારની ઠગાઈ

    1 week ago

    અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી હજારો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમરેલી ચક્કરગઢ રોડ પર રહેતા દર્શક રવજીભાઈ વઘાસીયા (ઉ.વ.30) ખાનગી નોકરી કરે છે. તેઓ સોશિયલ મીડિયા એપની એક ગ્રુપની ચેનલ સાથે જોડાયેલા હતા. આ ચેનલમાં શેરબજાર સંબંધિત ટીપ્સ અને રોકાણ યોજનાઓ અંગેની માહિતી શેર કરવામાં આવતી હતી. જેમાં એક અજાણ્યા શખ્સે પોતાના મોબાઈલ નંબર પરથી સંપર્ક કરી શેરબજારની સ્કીમમાં રોકાણ કરવાથી સારો નફો અને વળતર મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ દર્શકભાઇ લાલચમાં આવી ગયા ને તેઓ પાસેથી પ્રથમ તબક્કે રૂપિયા 30 હજાર ની રકમ UPI ID પર ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. ત્યારબાદ રોકાણ પર મળનારા નફા અને રિટર્ન ચાર્જના બહાને વધુ રૂપિયા 39,441.20 જમા કરાવવામાં આવ્યા હતા. આમ બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂપિયા 69,441.20 મેળવી લઈ તેમન કોઈ વળતર આપ્યું ન હતું અને ઓનલાઈન છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે અમરેલી પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:વર્ષમાં 3 હજાર PNG જોડાણ સામે 2 માસમાં જ 9,600 જોડાણ લેવાયાં
    Next Article
    અકસ્માત:રિક્ષા પલટી ખાઇ જતાં ઇડરના કાબસો ગઢાના યુવકનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment