Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરો માટે સેન્ટ્રલ ડેપોની ૫૮ બસોનો બિનઉપયોગી:પાણીગેટ ડેપોમાં જતી-આવતી 58 એસટી યાત્રી માટે બંધ,રિક્ષાના 3થી 5 ગણા રૂપિયા આપવાની મજબૂરી

    1 week ago

    વડોદરાના પાણીગેટ ડેપોથી ઉપડતી અને ડેપોએ આવતી બસો 2022થી બંધ કરવામાં આવી છે. સેન્ટ્રલ ડેપોથી પાણીગેટ ડેપો આવતી રોજની એસટીની 58 બસો છે. પણ એકેય એસટી બસમાં મુસાફરોને ટિકિટ અપાતી નથી, બેસાડાતા નથી. પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ, ડભોઇ રોડ અને વાડી વિસ્તારના લોકોની માગણી છે કે આ બસો ફરી પાણીગેટ ડેપોથી શરૂ કરાય. વડાપ્રધાનની જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ છે, પણ જીએસઆરટીસીના સત્તાધીશો આવક વિનાની, લોકોની સુવિધાનો એકડો કાઢતી વાંઝણી ટ્રીપોની જગ્યાએ મુસાફરોને બેસાડી ધમધમતી કરવા તૈયાર નથી. આ સમગ્ર વિસ્તારોમાં રહેતા વડોદરાના પાણીગેટ ડેપોથી નાથદ્વારા, અંબાજી, સુંધામાતા, માલેગાવ ધુળિયા જેવા યાત્રાધામો કે સાપુતારા, દીવ કે આબુ જેવા જોવાલાયક સ્થળોએ કે અન્ય કોઇ શહેરમાં જવું હોય તો એસટી ડેપો સુધી લાંબા થવું પડે છે. જે માટે રીક્ષાના વધુ રૂપિયા બે વાર ખર્ચવા પડે છે. સમય વેડફાય છે અને વૃદ્ધોના કિસ્સામાં હાલાકી વેઠવી પડે છે. વહેલી સવાર કે રાત હોય તો આ ખર્ચ વધે છે. લોકોનું કહેવું છે કે, આ વિસ્તારના 4 લાખ લોકોની સુવિધા વહીવટી આળસ-રાજકીય દબાણ તળે 3 વર્ષથી કચડાઇ ગયેલી છે. અહીંથી એસટી બસો શરૂ થાય તો કયા રાજકીય નેતાને કે તેમના ટેકેદારો-ધંધાર્થીને નુકસાન થાય તે લોકકલ્યાણ માટે અગ્રેસર તંત્રે જાણી લોકો માટે સુવિધાનો સૂર્યોદય કરવો જોઇએ. આ સત્ય આ વિસ્તારના લોકોને મળી, તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું. ગાંધીનગર જતાં સરકારી કર્મી પણ અવ્યવસ્થાથી હેરાન છે આ વિસ્તારોમાંથી ગાંધીનગર જતાં સરકારી કર્મી-અધિકારીઓને સવારે 6થી 7 વાગ્યે નીકળી એસટી ડેપો સુધી લાંબા થવું પડે છે. સવારે બે બસો સેન્ટ્રલ ડેપોથી ઉપડે છે. આ માટે તેમને પણ જતા-આવતા રિક્ષાના વધુ રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે વહીવટી કરુણતા એ છે કે, આ બસો પણ પાણીગેટથી ખાલી જ સેન્ટ્રલ એસટી ડેપો જાય છે. મને અરજી મોકલાવો, હું આ મુદ્દે રજૂઆત કરીશઃ બાળુ શુક્લ ધારાસભ્ય બાળુ શુક્લાએ કહ્યું કે, ‘ભૂતકાળમાં રજૂઆત આવી હતી. અરજી આવશે તો રજૂઆત કરીશ.’ બે કર્મચારી મંડળોની હૂંસાતૂંસીમાં પણ મુદ્દો ગુંચવાયેલો હોવાનું જાણવા મળે છે. 10 મહિના પૂર્વે સાંસદ ડો.હેમાંગ જોશી અને ધારાસભ્ય મનિષાબેન વકીલે સરકારમાં રજૂઆત કરવા કહ્યું હતું. સિટી બસમાં ભાડું ~8, રિક્ષામાં ~120થી ~180, શટલમાં ~20 ખર્ચે તો પણ બસથી વધુ થઇ જાય 2022-ઓગસ્ટ અગાઉ પાણીગેટ ડેપોથી બસો ઉપડતી હતી. હવે માત્ર આ ડેપો એસટી ડેપો માટે ડીઝલ અને મેન્ટેનન્સ ડેપો થઇ ગયો છે. અપડાઉન કરનારા અને વિદ્યાર્થીઓના પાસની સુવિધા અહીં છે. લોકોનું કહેવું છે કે, વીટકોસની બસો આયુર્વેદિક 3 રસ્તાથી જાય છે પણ ઉપરથી ભરાઇને આવતાં જગ્યાની સમસ્યાઓ હોય છે. જો સેન્ટ્રલ ડેપોથી પાણીગેટ વચ્ચે દર 15 મિનિટે એક મિની કનેક્ટિંગ બસ ચલાવે તો આ સમસ્યા હલ થઇ શકે, હાલમાં પણ તેનું ભાડુ રૂ.8 છે, જે સ્પેશિયલ રિક્ષાના રૂ.120ની કે રાત્રે 180ની સરખામણીએ ખૂબ ઓછું છે. એસટી ડેપોથી પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તાથી પસાર થનારી 73 ટ્રીપો રોજે છે. જોકે રાત્રે સાડા દસ બાદ કોઇ ટ્રીપ નથી. પાણીગેટ ડેપોને એક મોટો પિક-અપ અને ડ્રોપ પોઇન્ટ બને અને જ્યાં બસો ૫ મિનિટ ઊભી રહે તો પણ સુવિધા મળી શકે. ડિવિઝનલ મેનેજર એન.કે.પટેલે કહ્યું કે, પાણીગેટ ડેપો વર્કશોપ છે ત્યાંથી બસો ઉપડે નહીં. સેન્ટ્રલ ડેપો જવું પડશે. માત્ર ખાલી બસ લઇ જવા-લાવવાના વર્ષે ~50 લાખ વેડફાઇ જાય છે સેન્ટ્રલ ડેપોથી પાણીગેટનું અંતર 5 કિમી છે. 58 બસો રોજની 580 કિલોમીટર ખાલી દોડે છે. એસટી બસની સરેરાશ માઇલેજ 4 કિમી પ્રતિ લીટર ગણીએ તો રોજનું 145 લીટર ડીઝલ માત્ર ખાલી આંટામાં વપરાય છે. આજના ડીઝલના ભાવ રૂ.97.57 ગણીએ તો રોજ રૂ. 14,100થી વધુનો ડીઝલનો ધુમાડો થાય છે, જે મહિનાના રૂ 4.2 લાખ, વર્ષના ~50 લાખથી વધુનો વેડફાટ છે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરીના બહાને વિકાસ કામો ખોરંભે:‘સોસાયટીઓમાં રોડ, ગટર, પાણીનાં કામ અધૂરાં, ફોન પર અધિકારીઓ ગોખેલો જ જવાબ આપે છે કે મીટિંગમાં છીએ’
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:વર્ષમાં 3 હજાર PNG જોડાણ સામે 2 માસમાં જ 9,600 જોડાણ લેવાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment