Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજાના આરોપીઓ રિમાન્ડ પર:પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCBએ કરેલી કાર્યવાહીમાં બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર, ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત

    3 दिन पहले

    વડોદરા શહેર પાણીગેટ પોલીસની ટીમ અને ઝોન-3 LCB ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCB ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં બે દિવસના બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે. જેમાં આ ગાંજો ક્યાંથી લાવતા હતા. કઈ રીતે તેનું વેચાણ કરતા હતા. આવકમાંથી કોઈ સંપતિ વસાવી છે કે કેમ તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે. શું હતો સમગ્ર મામલો? એલસીબી ઝોન-3 અને પાણીગેટ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના રોડ પર, ચબુતરાથી આગળ શ્રીહરિ હરેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ગલીમાં સર્વોદય કોમ્પ્લેક્સના ચોથા માળે રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરતા બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ.63,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના સફેદ મીણીયાના કોથળા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં આરોપી શંકરભાઈ છગનભાઈ પાટણવાડીયા (રહે- રૂમ નં-21, સર્વોદય એપાર્ટમેન્ટ, હાથીખાના રોડ, વાડી, વડોદરા શહેર) , હાર્દિક ચંદ્રકાંતસિંહ વસાવા (રહે- ભાથુજીનગર ઝૂંપડપટ્ટી, ત્રીજી નંબરની ગલી, ડી-માર્ટ સામે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીગ્નેશ માછી (રહે- હરીયાળી હોટેલ પાસે, વડોદરા શહેર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ કામગીરી પાણીગેટ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ, ઝોન-3 LCBના પો.સ.ઇ. એસ.એ.ફુલધારા તથા તેમની ટીમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બકરીદ પર દિલ્હી-યુપીમાં મસ્જિદો પર ડ્રોનથી નજર:5 રાજ્યોમાં મુસ્લિમ સંગઠનોનો વિરોધ, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ
    Next Article
    અમદાવાદના હાઈફાઈ MOCHA Cafeની કોફીમાંથી જીવાત નીકળી:ગ્રાહકે રસોડામાં તપાસ કરતા વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા, AMC તપાસ કરી કાર્યવાહી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment