Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના હાઈફાઈ MOCHA Cafeની કોફીમાંથી જીવાત નીકળી:ગ્રાહકે રસોડામાં તપાસ કરતા વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા, AMC તપાસ કરી કાર્યવાહી કરશે

    3 दिन पहले

    અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફે (MOCHA Cafe) માં કોફી અને ખાવા પીવાની ચીજ વસ્તુમાંથી જીવજંતુ નીકળ્યા હોવા અંગેની ઘટના સામે આવી છે. ગ્રાહક મોકા કાફેમાં કોફી પીવા અને જમવા માટે ગયા હતા. દરમિયાન કોફીમાંથી જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરી હતી. ગ્રાહકે રસોડામાં જઈને તપાસ કરતા મોટા પ્રમાણમાં વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હતા. આ મામલે ફૂડ વિભાગમાં તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ કાફેમાં તપાસ કરી કાર્યવાહી કરશે. કોફીમાં જીવાત જોવા મળી હતી: કુલદીપસિંહ મકવાણા કુલદીપસિંહ મકવાણા નામના ગ્રાહકે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફેમાં તેઓ કોફી પીવા માટે ગયા હતા. જે કોફીમાં જોતા જીવાત જોવા મળી હતી. બાજુના ટેબલ પર બીજા ગ્રાહકના ખાવામાંથી જીવાત નીકળી હોવાનું જણાવ્યું હતું. મોકા રેસ્ટોરન્ટ અંગેની ઓનલાઇન ફરિયાદ મળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, અમને બોડકદેવના મોકા રેસ્ટોરન્ટ અંગેની ઓનલાઇન ફરિયાદ મળી છે. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે અમે વિભાગની ટીમને રેસ્ટોરન્ટમાં મોકલી છે અને કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો સમોસાનો એક ટુકડો ખાધા બાદ વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ગયા વડોદરા શહેરમાં બહાર હોંશેહોંશે રૂપિયા ખર્ચીને ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. 24 કલાકમાં જ શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી નાસ્તામાં જીવાત મળી આવવાની ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, બજારમાં મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આજે ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગાંજાના આરોપીઓ રિમાન્ડ પર:પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCBએ કરેલી કાર્યવાહીમાં બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર, ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત
    Next Article
    Gujarat Breaking News | 9 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | News of The Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment