Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 3 IPSને દેશના 100 બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન:વડોદરા-અમદાવાદના DCP અને ખેડાના SPની પસંદગી, ફેમ ઇન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા સર્વે કરાયો

    1 day ago

    ગુજરાતના ત્રણ IPS અધિકારીઓને દેશના 100 બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન મળ્યું છે. ફેમ ઇન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વડોદરાના DCP જગદીશ ચાવડા, અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલ અને ખેડા જિલ્લાના SP વિજય પટેલની બેસ્ટ પોલીસ ચીફ તરીકે પસંદગી કરવામાં આવી છે. વડોદરા-અમદાવાદના DCP અને ખેડાના SPની પસંદગી આ સર્વેમાં પોલીસ અધિકારીઓની કામગીરીના વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ક્રાઈમ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ, પોલીસની કાર્યક્ષમતા અને જનસંપર્ક જેવા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. વડોદરા શહેરના DCP જગદીશ ચાવડાને પણ દેશના બેસ્ટ પોલીસ અધિકારીઓમાં સ્થાન મળ્યું છે. તેઓ છેલ્લા એક વર્ષથી વડોદરામાં ફરજ બજાવી રહ્યા છે. અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલ અને ખેડા જિલ્લાના SP વિજય પટેલની કામગીરીને પણ સર્વેમાં નોંધપાત્ર ગણવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાંઘણજ નજીક ખુલ્લા ખેતરમાં જુગારધામનો પર્દાફાશ:જુગાર રમતા 4 ઝડપાયા, 17 હજાર 300નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સ્કોર્પિયો લઈને નીકળી ચોરી કરતો શખસ ઝડપાયો:​7 ગુનાનો ભેદ ઉકેલાયો, ગાંધીનગર અને મહેસાણામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો; 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment