Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કોર્પિયો લઈને નીકળી ચોરી કરતો શખસ ઝડપાયો:​7 ગુનાનો ભેદ ઉકેલાયો, ગાંધીનગર અને મહેસાણામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો; 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી સ્કોર્પિયો ગાડી લઈ ઘરફોડ ચોરીઓ આચરતા રાજસ્થાનના એક રીઢા ગુનેગારને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે હિરા ઝડિત વીંટી સહિત 7 લાખ 36 હજારના મુદ્દામાલ સાથે દબોચી લઈ 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સાંતેજના સેન્ટોસા બંગલોઝમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી સાંતેજ વિસ્તારમાં રકનપુર ગામની સીમમાં સેન્ટોસા બંગલોઝમાંથી રાત્રિ દરમિયાન સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે ફરિયાદ દાખલ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળા સહિતની ટીમે ચોરીમાં ગયેલા મુદ્દામાલની રિકવરી અને તસ્કરને ઝડપી પાડવા માટે ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્કોર્પિયો ગાડીને ઘેરી ચાલકને પોલીસે દબોચ્યો આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરી કરનાર કાળા રંગની સ્કોર્પિયો ગાડી (નં.RJ-27UC-6917) લઈને ચોરેલા દાગીના વેચવાની પેરવીમાં ઓગણજ સર્કલથી વડસર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે નર્મદા સબ કેનાલના બ્રિજ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને ઘેરી લેવામાં આવી હતી અને ચાલકને સ્થળ પર જ દબોચી લેવાયો હતો. સાગર નામનો આરોપી પાસેથી 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત બાદમાં ​પકડાયેલા શખસની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સાગર ઉર્ફે સાગલો કાંતિલાલ ગમેતી (ઉંમર 25, રહે. કનબઈ, ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વાઈટ ગોલ્ડની હીરાજડિત વીંટી કિંમત રૂ. 36,000, એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી કિંમત રૂ. 7,00,000, ગાડીનો લોખંડનો હૂક અને બે ડીસમિસ મળી કુલ રૂ. 7,36,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બાંધકામ સાઈટ દિવસે રેકી અને રાત્રે ચોરી કરતો પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી પોતાના મોજશોખ પૂરા કરવા અને પૈસા કમાવવા માટે દિવસ દરમિયાન વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટો પર કામ શોધવાના બહાને રેકી કરતો હતો. અને રાત્રિના સમયે તે પોતાની સ્કોર્પિયો ગાડી લઈને નીકળતો અને બંધ મકાનોને નિશાન બનાવતો હતો. ગાડીમાં રાખેલા પંચર કરવાના લોખંડના હૂક વડે બારીના સળિયા તોડી અથવા ઘરના મુખ્ય દરવાજાના લોક તોડી અંદર પ્રવેશ કરતો અને કિંમતી ઘરેણાં તથા રોકડની ચોરી કરીને ફરાર થઈ જતો હતો. ચોરીના સાત ગુનામાં આરોપી સંડોવાયેલો પોલીસની ​વધુ તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે સાગર ઉર્ફે સાગલો અગાઉ પણ ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારો જેવા કે બોપલ, ખેડબ્રહ્મા, પાલડી, હિંમતનગર, સાણંદ, ચાંગોદર, કલોલ, ચાંદખેડા, સરખેજ અને પ્રતાપનગરમાં ચોરી તથા ઘરફોડના ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ સાંતેજ, કલોલ, માણસા, બાવળું અને કડી વિસ્તારના કુલ સાત વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 3 IPSને દેશના 100 બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન:વડોદરા-અમદાવાદના DCP અને ખેડાના SPની પસંદગી, ફેમ ઇન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા સર્વે કરાયો
    Next Article
    Voltas Or Blue Star? HSBC Upgrades One, Cuts Target Price Of Another - Check Ratings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment