Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંઘણજ નજીક ખુલ્લા ખેતરમાં જુગારધામનો પર્દાફાશ:જુગાર રમતા 4 ઝડપાયા, 17 હજાર 300નો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાંઘણજ પોલીસ ઈન્સપેક્ટર એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ અને પરેશભાઈ તેજમલભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વડસ્માથી જમનાપુર જતા રોડ પર કનજી ટેબા પાસે એક ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડે છે. બાતમીના આધારે રેડ કરી 4 જુગારીને દબોચ્યા આ બાતમીના આધારે લાંઘણજ પોલીસ ટીમે ઉક્ત જગ્યાએ અચાનક રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં રણવીરસિંહ ઉર્ફે કકો પુંજાજી ચાવડા (રહે. વડસ્મા જમનાપુર રોડ), નિલેશકુમાર ભરતભાઈ પટેલ (રહે. કલોલ, મૂળ રહે. લાંઘણજ), વિક્રમસિંહ ગોબરજી ચૌહાણ (રહે. વડસ્મા) અને પૂનમભાઈ પુંજાભાઈ રાવળ (રહે. વડસ્મા)નો સમાવેશ થાય છે. 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ ₹17,300 તથા જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં લાંઘણજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ પ્રભાતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ, સંદીપસિંહ, કમલેશજી, પરેશભાઈ અને અનિલસિંહ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    મિત્રએ પૈસા ન આપતાં ડ્રાઇવર તલવાર લઈને ધસી ગયો, CCTV:પુત્રના અભ્યાસ માટે ભેગા કરેલા 4 લાખ મિત્રને આપ્યા હતા, કહ્યું-મારે વ્યાજ નથી જોઈતું, દીકરાની ફી આપ
    Next Article
    ગુજરાતના 3 IPSને દેશના 100 બેસ્ટ પોલીસ ચીફમાં સ્થાન:વડોદરા-અમદાવાદના DCP અને ખેડાના SPની પસંદગી, ફેમ ઇન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા સર્વે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment