Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં પોલીસે જપ્ત કરેલા દારૂની રખેવાળી કરનારાઓએ ચોરી કરી:કાકણપુર પોલીસ સ્ટેશનમાંથી 3 હોમગાર્ડ અને GRD જવાને ₹15.20 લાખનો વિદેશી દારૂ ચોર્યો, બૂટલેગરને વેચી માર્યો

    11 hours ago

    પંચમહાલ જિલ્લામાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની ચોરી થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. કાકણપુર પોલીસ મથકે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ જપ્ત કરાયેલા મુદ્દામાલ પર ત્યાં જ ફરજ બજાવતા 3 હોમગાર્ડ અને 1 જીઆરડી (GRD) જવાને હાથફેરો કર્યો હતો. દારૂ ચોરીને બૂટલેગરને વેચ્યો આ ચારેય જવાનોએ ભેગા મળીને પોલીસ સ્ટેશનમાંથી અંદાજે 15.20 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ચોરી કર્યો હતો. એટલું જ નહીં, આ ચોરી કરેલો દારૂ તેઓએ શહેરા તાલુકાના એક બૂટલેગરને વેચી દીધો હોવાનો પણ ખુલાસો થયો છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જ પોલીસે ગત 5 જૂનના રોજ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ સુરક્ષાની જવાબદારી જેમના શિરે હતી તેવા સરકારી જવાનો દ્વારા જ પોલીસ મથકમાંથી દારૂની ચોરીની આ ઘટનાએ ચકચાર જગાવી છે અને પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદના મોટી ખરજમાં CM ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશ કરાવશે:પ્રગતિના પ્રવેશોત્સવ અંતર્ગત દાહોદમાં 1.57 લાખ બાળકોનું નામાંકન
    Next Article
    'હપ્તા ભરીએ કે 10 હજાર ખર્ચીને બાથરૂમ રીપેર કરાવીએ?':સુરતના સુમન પાર્થ આવાસમાં 14 માળ સુધી બારેમાસ ચોમાસું, તંત્રની લીપાપોતીથી કંટાળીને રહીશોનો ભારે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment