Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના મોટી ખરજમાં CM ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશ કરાવશે:પ્રગતિના પ્રવેશોત્સવ અંતર્ગત દાહોદમાં 1.57 લાખ બાળકોનું નામાંકન

    12 hours ago

    રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 24મી કડીનો પ્રારંભ થયો છે. આ અભિયાનના બીજા દિવસે, બુધવાર, 24 જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. તેઓ ત્યાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ મહોત્સવને આ વર્ષે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી સવારે 10 વાગ્યે મોટી ખરજ ખાતેના કાર્યક્રમમાં જોડાશે. આ શાળામાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા 67 બાળકો સહિત કુલ 318 બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે. આ પ્રસંગે બાળકોને શાળામાં આવકારવા અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે સ્થાનિક સ્તરે ઉત્સાહપૂર્વકની તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટેનો એક જન ઉત્સવ બની રહેશે. શાળા પ્રવેશોત્સવની આ 24મી કડી અંતર્ગત સમગ્ર રાજ્યમાં 28 લાખ 58 હજારથી વધુ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ અપાવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે દાહોદ જિલ્લાના 11 તાલુકાઓમાં પણ વિશેષ આયોજન કરાયું છે. જિલ્લામાં કુલ 1 લાખ 57 હજાર 948 પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવશે, જેમાં 77821 કન્યાઓનો સમાવેશ થાય છે. આ આંકડો આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે વધતી જાગૃતિ અને કન્યા કેળવણી માટેની સરકારની કટિબદ્ધતાને સ્પષ્ટ કરે છે. ત્રિદિવસીય ચાલનારા આ રાજ્યવ્યાપી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાનો અને દરેક બાળક શાળા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. દાહોદ જેવા આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને બાળકો પાયાના શિક્ષણથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મોટી ખરજ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગોદાવરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરાયા
    Next Article
    પંચમહાલમાં પોલીસે જપ્ત કરેલા દારૂની રખેવાળી કરનારાઓએ ચોરી કરી:કાકણપુર પોલીસ સ્ટેશનમાંથી 3 હોમગાર્ડ અને GRD જવાને ₹15.20 લાખનો વિદેશી દારૂ ચોર્યો, બૂટલેગરને વેચી માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment