Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડજ-મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ, 3 લાખ અમદાવાદીને ટ્રાફિકમાંથી મુક્તિ:CMએ કહ્યું- અત્યારે કોઈને તકલીફ પડે તો રીલ મૂકશે, પણ પોઝિટિવ રહેવું; ₹583.85 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમૂહુર્ત

    19 hours ago

    નિમણૂંક પત્ર મળવાના છે એવા કેટલા છે. કોઈ લાગવગથી તો નથી ઘૂસ્યું ને. અત્યારે તો રીલનો જમાનો છે. તમે ગમે તેટલું સારું કરશો પણ એકને પણ તકલીફ પડી તો તમારી રીલ બનાવીને મૂકશે, પરંતુ તમારે તો પોઝિટિવ જ રહેવાનું છે. આ શબ્દો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. આજે 23 સપ્ટેમ્બરે અમદાવાદના વાડજ જંક્શનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ નવા બ્રિજ પરથી મુખ્યમંત્રીનો કાફલો પસાર પણ થયો હતો. જે બાદ બોડકદેવના પંડિત દીનદયાલ હોલ પહોંચ્યા હતા. જ્યાંથી મકરબા બ્રિજ સહિત ₹583.85 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું હતું. એ સાથે જ સહાયક ટેકનિકલ સુપરવાઈઝર અને જુનિયર ક્લાર્કને મુખ્યમંત્રીએ નિમણૂંક પત્ર પણ આપ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઘુમા ગામ ખાતે સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા. વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.62 કરોડના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે. વાડજથી રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે. વાડજ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ, જુઓ 4 તસવીરમાં મકરબા રેલવે ઓવરબ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને રાહત અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર મકરબા રેલવે ઓવરબ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2025માં પૂર્ણ થવાનું આયોજન હતું. જોકે, કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા નકશા કરતાં વધુ લાઇનો મળી આવતાં પિલ્લરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે તરફથી પણ કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણોસર બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં આશરે દોઢ વર્ષ મોડું પૂર્ણ થયું. 800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે. આવાસોનું અને ફાયર વિભાગના સાધનોનું લોકાર્પણ વિકાસકાર્યોમાં શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનોનું પણ લોકાર્પણ કરાયું છે. નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત આવાસોના ડ્રો પણ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મતચોરી કરી:મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, સરકારે તેમને કાયદાથી ઉપર રાખ્યા
    Next Article
    બોટાદ સહકારી ખરીદ વેચાણ સંઘની 70મી સભા યોજાઈ:પાળીયાદમાં પ્રતાપ ધાધલની અધ્યક્ષતામાં સભાસદોને 15% ડિવિડન્ડ મંજૂર કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment