Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સહકારી ખરીદ વેચાણ સંઘની 70મી સભા યોજાઈ:પાળીયાદમાં પ્રતાપ ધાધલની અધ્યક્ષતામાં સભાસદોને 15% ડિવિડન્ડ મંજૂર કરાયું

    8 hours ago

    શ્રી બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 70મી વાર્ષિક સાધારણ સભા પાળીયાદ ગામ ખાતે યોજાઈ હતી. પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે યોજાયેલી આ સભાની શરૂઆત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાલા ઉનડબાપુના આશીર્વચનથી થઈ હતી. આ સભા પ્રતાપભાઈ ધાધલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં ભયલુબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો તરીકે બોટાદ APMCના ચેરમેન ડી.એમ. પટેલ, ઘનશ્યામભાઈ વિરાણી, ભીખુભાઈ વાઘેલા, બોટાદ નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, કિરીટભાઈ પાટીવાળા અને અન્ય સહકારી અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભાનું સ્વાગત પ્રવચન પ્રતિકભાઈ વડોદરિયાએ કર્યું હતું, જ્યારે ભરતભાઈ ખાચરે સભાનો અહેવાલ રજૂ કર્યો હતો. સભાનું સંચાલન કિશોરભાઈ પીપાવતે કર્યું હતું. મંડળી દ્વારા સભાસદોને 15% ડિવિડન્ડ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આભાર દર્શન વિપુલભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાડજ-મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ, 3 લાખ અમદાવાદીને ટ્રાફિકમાંથી મુક્તિ:CMએ કહ્યું- અત્યારે કોઈને તકલીફ પડે તો રીલ મૂકશે, પણ પોઝિટિવ રહેવું; ₹583.85 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમૂહુર્ત
    Next Article
    ઓઢવમાં મોબાઇલની દુકાન અને કારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું:બે ગુનામાં પોલીસે 44 હજારના 14 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી, રાજસ્થાન કનેક્શન સામે આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment