Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 ફૂટ ઊંડા ખાડામાં બાઈક પડતા જ યુવક પટકાયો, CCTV:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PAનું મોત નિપજ્યું હતું, SMCની ઘોર બેદરકારી સામે આવી

    1 day ago

    સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PA સંદીપ યાદવનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા બાદ બનાવના સીસીટીવી સામે આવ્યા છે. ગોડાદરા વિસ્તારમાં આવેલા આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જવાના રસ્તા પર પડેલા ખાડામાં બાઈકનું ટાયર આવી જતા સંદિપ યાદવ પટકાતા મોત નિપજ્યું હતું. ગોડાદરામાં અનેક સ્થળો પર જીવલેણ ખાડા- સ્થાનિક રહીશ ગોડાદરા વિસ્તારના 150 ફૂટના આ મુખ્ય રોડ પર સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર 5 થી 7 જેટલા મોટા અને અત્યંત ઊંડા ખાડાઓ છેલ્લા ઘણા સમયથી યથાવત પડ્યા છે. ચોમાસાના વરસાદને કારણે આ ખાડાઓમાં કાદવ અને પાણી ભરાઈ જાય છે, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો કે તેની હાજરીનો સહેજ પણ ખ્યાલ આવતો નથી. આ ઉપરાંત રોડ પર વીજળીના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ રાત્રિના સમયે એકપણ સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતી નથી. ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે, "જો રસ્તા પર યોગ્ય પ્રકાશ આપતી લાઈટો ચાલુ હોત અને પાલિકાના રોડ-બિલ્ડિંગ વિભાગે વરસાદી ખાડાઓ પૂરવાનું પ્રાથમિક કામ કર્યું હોત તો આજે સંદીપ આપણી વચ્ચે જીવંત હોત. રાત્રે અંધારામાં વાહનચાલકો માટે આ રસ્તો સાક્ષાત મોતનો કૂવો બની ગયો છે અને દરરોજ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે." પોતાના અંગત આસિસ્ટન્ટ સંદીપ યાદવના મોત અંગે હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા હોસ્પિટલ અને ત્યારબાદ સ્મશાનગૃહ ખાતે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "સંદીપ છેલ્લા 6 થી 7 વર્ષથી સતત મારી સાથે જ રહેતો હતો. તે માત્ર મારો પીએ કે કર્મચારી નહોતો પરંતુ મારો સગો નાનો ભાઈ હતો. મારી ઓફિસની તમામ કામગીરીથી લઈને ઘરની તમામ નાની-મોટી જવાબદારીઓ તે ખૂબ જ પ્રામાણિકતા અને નિષ્ઠાથી સંભાળતો હતો. તે હજુ અપરિણિત હતો અને પોતાના પરિવારનો એકમાત્ર મુખ્ય આધાર હતો. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે આજે એક ઉગતો યુવાન અને નિર્દોષ છોકરો આપણી વચ્ચેથી છીનવાઈ ગયો છે. આ સામાન્ય અકસ્માત નથી પરંતુ પાલિકાની ઘોર બેદરકારીથી થયેલી હત્યા સમાન છે." સ્થાનિકોએ માર્ક કરેલા ખાડાના સાઈનબોર્ડ પણ હટાવાયા: ચોંકાવનારો આક્ષેપ આ કરૂણ અકસ્માત બાદ સ્થાનિકો અને નેતાઓ દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગત પ્રકાશમાં લાવવામાં આવી છે. ગોડાદરાના સ્થાનિક રહીશોએ વારંવારના અકસ્માતો રોકવાના હેતુથી અને અન્ય વાહનચાલકોની સુરક્ષા માટે સ્વખર્ચે રોડ પરના ઊંડા ખાડાઓની આસપાસ માર્કિંગ અને ચેતવણી દર્શાવતા સાઈનબોર્ડ લગાવ્યા હતા. ઉપદેશ રાણાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "જ્યારે પાલિકા તંત્રે વારંવારની રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરી, ત્યારે સ્થાનિક લોકોએ જાતે ખાડાઓ માર્ક કર્યા હતા જેથી રાત્રે કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ ન બને. પરંતુ રાત્રિના સમયે અજાણ્યા તત્વો કે તંત્રના માણસો દ્વારા તે માર્કિંગ પણ હટાવી દેવામાં આવ્યા હતા! જો ભૂતકાળના અકસ્માતોમાંથી પાલિકાએ કોઈ પાઠ ભણ્યો હોત તો આજે કોઈ પરિવારની છત અને આધાર છીનવાયો ન હોત. દેવા ચોકી તરફ પણ 3 મોટા ખાડાઓ પડ્યા છે જેના પર તંત્રનું કોઈ ધ્યાન નથી." પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી અને તાત્કાલિક રોડ સમારકામની આક્રોશપૂર્ણ માંગ મૃતક સંદીપ યાદવના પરિવારજનો, સનાતન સંઘ અને ગોડાદરાના સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકાના રોડ-બિલ્ડિંગ વિભાગ અને ઝોનલ અધિકારીઓ સામે ભારે આક્રોશ અને કાળો અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર વિરૂદ્ધ સખત નારેબાજી કરીને માંગ કરી છે કે આ અકસ્માત માટે સીધી રીતે જવાબદાર એવા પાલિકાના અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરો સામે માનવવધ અથવા ગંભીર મનોવૃત્તિની બેદરકારીનો ગુનો નોંધવામાં આવે. આ સાથે જ ગોડાદરા વિસ્તારના તમામ બિસમાર રસ્તાઓ અને બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોનું 24 કલાકની અંદર યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે. ઉપદેશ રાણાએ ઉચ્ચ સત્તાધીશો અને આલા અફસરોને વિનમ્ર પરંતુ મક્કમ અપીલ કરી છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ત્વરિત સુધારાત્મક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પરિવારનો દીકરો તંત્રની આ પ્રકારની ગુનાહિત બેદરકારીનો ભોગ ન બને.
    Click here to Read More
    Previous Article
    CMનો રાજકોટવાસીઓને સફાઈનો પ્રશ્ન, કોંગ્રેસે સાવરણો લઈને જવાબ આપ્યો:મ્યુ. કમિશનર બંગલા પાસે, મેયરના વોર્ડની સબરજીસ્ટ્રાર કચેરીમાં સફાઈ કરી
    Next Article
    ખરવર નગરમાં યુવક પર મોબ લિંચિંગ:ઉધના BRTS જંકશન પર હંગામો, મોબાઈલ ચોરીની શંકાથી ઉશ્કેરાયેલા ટોળાએ યુવકને ઘેરી ઢોર માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment