Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવા સવાર 3 યુવતી પટકાતા રોડ રોલર ફરી વળ્યું, CCTV:એકનું ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં ભીના રસ્તાના કારણે સર્જાયો કંપારી છોડાવતો અકસ્માત

    11 hours ago

    વડોદરા શહેરમાં રોડ રોલર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક યુવતીનો મોત નિપજ્યું છે. જ્યારે બે યુવતીઓનો ચમત્કારિક બચાવ થયો છે. શહેરની કિસ્મત ચોકડી પાસે વરસાદના કારણે રસ્તો ભીનો હોય એક્ટિવા પર સવાર ત્રણ યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલા રોડ રોલરનું તોતિંગ વ્હિલ મહિનબાનું નામની યુવતી પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. અકસ્માતની અને અકસ્માત બાદની તસવીર રસ્તો ભીનો હોવાના કારણે એક્ટિવા સ્લીપ થયું'ને રોલર ફરી વળ્યું વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ઝમઝમ પાર્ક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય મહિનબાનું ઇર્શાદ અલી સૈયદ અન્ય બે યુવતીઓ સાથે પોતાના એક્ટિવા પર કિસ્મત ચોકડી તરફથી પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ સમયે જ રસ્તા પરથી ખાનગી માલિકીનું એક રોડ રોલર પણ પસાર થઈ રહ્યું હતું. રસ્તો ભીનો હોવાના કારણે એક્ટિવા સ્લીપ થતા જ ત્રણેય યુવતીઓ જમીન પર પટકાતા જ બાજુમાં જઈ રહેલું રોલર માથે ફરી વળ્યું હતું. જેમાં મહિનબાનું સૈયદનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા અકસ્માત બાદ આસપાસથી લોકોના ટોળા ઘટનાસ્થળ પર એકઠા થયા હતા. મૃતકના પરિવારજનો પણ આવી પહોંચતા વાતાવરણમાં આંક્રદ છવાયો હતો. મૃતદેહનો પીએમ માટે ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે રોલરના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ સુરતમાં એન્જિનિયરે 7 વર્ષની જન્નતને કચડી નાંખી, CCTV સુરતના કામરેજ વિસ્તારની એક સોસાયટીમાં રમી રહેલી 7 વર્ષીય બાળકી પર કાર ફરી વળતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પરિણીતા સહીત બેના હાર્ટએટેકથી મોત નિપજ્યા:હાથમાં ગરમપાટાની આડમા મેફેડ્રોન ડ્રગ છુપાવી નીકળેલા પેડલરની SOGએ કરી ધરપકડ, 1.17 લાખનો મુદામાલ જપ્ત
    Next Article
    નાગપુરમાં પાણીપુરી વેચતો સુરતનો હિસ્ટ્રીશીટર જાલીમસીંગ ઝડપાયો:લાજપોર જેલમાંથી ફર્લો રજા મેળવી આજીવન કેદનો આરોપી 6 વર્ષથી ફરાર, સુરત ક્રાઈમ બ્રાન્ચે 40 કિમી પીછો કરી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment