Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગપુરમાં પાણીપુરી વેચતો સુરતનો હિસ્ટ્રીશીટર જાલીમસીંગ ઝડપાયો:લાજપોર જેલમાંથી ફર્લો રજા મેળવી આજીવન કેદનો આરોપી 6 વર્ષથી ફરાર, સુરત ક્રાઈમ બ્રાન્ચે 40 કિમી પીછો કરી દબોચ્યો

    10 hours ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની સ્કોડને મોટી સફળતા મેળવી છે. 2008ના પાંડેસરા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો અને લાજપોર મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા મેળવ્યા બાદ છેલ્લા 6 વર્ષથી ફરાર થયેલો ખતરનાક આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગ શાહુ મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપાઈ ગયો છે. આરોપી ઓળખ છુપાવીને નાગપુરમાં પાણીપુરીનો ઠેલો ચલાવતો હતો. આરોપી 14 દિવસની ફર્લો રજા મંજૂર કરાવી ફરાર થયો વર્ષ 2008માં સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકરદાદા નામના વ્યક્તિ સાથે તકરાર થતાં આરોપી રાકેશ ઉર્ફે જાલીમસીંગે લાકડાના ફટકા મારી તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. આ કેસમાં 10 જુલાઈ 2009ના રોજ સુરત સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી અને તે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. 11 ઓગસ્ટ 2021ના રોજ તેને 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી. જોકે રજા પૂરી થયા બાદ તે જેલમાં પરત હાજર ન થઈને ચાલાકીપૂર્વક ભાગી છૂટ્યો હતો. છ મહિનાની તપાસ અને 40 કિમી પીછો કરી ધડપકડ આરોપી પોતાના વતન ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ન જઈને મહારાષ્ટ્રના નાગપુરમાં દિગોરી બસ સ્ટેન્ડ પાસે ભાડાના મકાનમાં રહેતો હતો અને સક્કરદરા વિસ્તારમાં શીતળા માતા મંદિર પાસે પાણીપુરીનો ઠેલો ચલાવતો હતો. ગુપ્ત બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાગપુરમાં સતત બે દિવસ સુધી વોચ ગોઠવી હતી. પોલીસ ટીમને નજીક આવતી જોઈ શંકા જતાં આરોપી મોટરસાઈકલ પર પૂરપાટ ઝડપે હાઈવે તરફ ભાગ્યો હતો. પોલીસે પોતાના જીવના જોખમે 40 કિલોમીટર સુધી બાઈક પર પીછો કરીને આખરે તેને આંતરીને ઝડપી લીધો હતો. આરોપીની અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો અત્યંત હિંસક સ્વભાવ ધરાવતા અને નાની નાની બાબતોમાં લોકો પર હુમલો કરવા માટે 'જાલીમસીંગ' તરીકે ઓળખાતા આ 43 વર્ષીય આરોપીની અટકાયત કરી તેને ફરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવા સવાર 3 યુવતી પટકાતા રોડ રોલર ફરી વળ્યું, CCTV:એકનું ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં ભીના રસ્તાના કારણે સર્જાયો કંપારી છોડાવતો અકસ્માત
    Next Article
    Poco M8 Power India Launch: Expected Price, Specifications And More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment