Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આંતરરાજ્ય ગેંગના 3 શખ્સો ઝડપાયા:ATM મશીનના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફિટ કરી 14 જગ્યાએથી પૈસા ચોર્યાની કબૂલાત આપી

    8 hours ago

    રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. યુપીના આ શખ્સોએ ATM મશીનના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફિટ કરી મુંબઈ, અમદાવાદ, સુરત, મહેસાણા અને રાજકોટમાં 14 જગ્યાએથી નાણા ચોરી કર્યાની કબુલાત આપી છે. જેથી હાલ પોલીસે અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી હોય કે અન્ય કોઈ શખ્સો આ ગેંગ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં એટીએમ મશીન સાથે છેડછાડ કરી પૈસા ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હ્યુમન અને ટેક્નિકલ સોર્સિસના આધારે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે મૂળ ઉત્તર પ્રદેશના 23 વર્ષીય અફસારઅહમદ રિયાસતઅલી, 27 વર્ષીય અરબાઝ ફૈયાઝઅહમદ અને 25 વર્ષીય સાહિદખાન મોહમદસલીમ છે. ત્રણેય શખ્સો પાસેથી પોલીસે રૂ.1.12 લાખની રોકડ રકમ, 3 મોબાઈલ, રૂ.3 લાખની કિંમતની કાર, એલ્યુમિનિયમની પટ્ટીઓ, બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. કાર્ડ મળી રૂ.4,84,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ? આરોપીઓ બેંકમાં રજાના દિવસે અથવા બેંક બંધ હોય તે સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા બેંક ઓફ બરોડાના એટીએમની રેકી કરતા. એટીએમમાં કોઈ માણસ હાજર ન હોય ત્યારે એટીએમ મશીનના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફિટ કરી બહાર જતા રહેતા ત્યારબાદ કોઈ વ્યક્તિ પૈસા ઉપાડવા આવે અને પૈસા ઉપાડવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પૈસા બહાર ન આવતા વ્યક્તિ એટીએમની બહાર નીકળી જતા બાદ આરોપીઓ એટીએમની અંદર પ્રવેશ કરી ડિસ્પેન્સર બોક્સમાં પોતે અગાઉથી રાખેલ એલ્યુમિનિયમની પટ્ટી હટાવી તેમાં ફસાયેલા પૈસા ચોરી કરવાની પદ્ધતિ અપનાવતા હતા. આરોપીઓની ગુનાની કબૂલાત પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ સુરત (સચિન GIDC, ઉન, પ્રાણી સંગ્રહાલય વિસ્તાર), અમદાવાદ (નારોલ, સરખેજ, છત્રાલ બાયપાસ, રિંગ રોડ), મહેસાણા (રેલવે સ્ટેશન પાસે), મુંબઈ ઈસ્ટ તથા રાજકોટ (ત્રિકોણ બાગ પાસે SBI એટીએમ) ખાતેથી એટીએમમાં છેડછાડ કરી રૂ.7,000 થી લઈને રૂ.1 લાખ સુધીની રકમ કાઢી લીધાની કબૂલાત આપી છે. આરોપીઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝની બીજી વિકેટ પડી:અર્શદીપે હોપને અને નમન ધીરે હેટમાયરને બોલ્ડ કર્યો; ભારતે 224 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    મુંદરામાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયર ઝડપાયા:લોકલ ક્રાઇમ બ્રાન્ચે 216 નંગ દારૂ-બીયર સાથે બે આરોપીઓને પકડ્યા, 3.42 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment