Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંદરામાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયર ઝડપાયા:લોકલ ક્રાઇમ બ્રાન્ચે 216 નંગ દારૂ-બીયર સાથે બે આરોપીઓને પકડ્યા, 3.42 લાખનો મુદ્દામાલ જપ્ત

    7 hours ago

    કચ્છના મુંદરા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,42,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંદરા તાલુકામાં કોમ્બિંગ નાઇટ દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગ કરી રહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, બારોઇ ગામનો જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ સફેદ રંગની મારુતિ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડાલા તરફથી લુણી થઈ બારોઇ તરફ આવવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 144 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 81,380 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત બીયરના 72 ટીન, જેની કિંમત રૂ. 10,800 છે, તે પણ કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ (ઉંમર 32 વર્ષ), રહે. બારોઇ, તા. મુંદરા અને મયુરસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉંમર 40 વર્ષ), હાલ રહે. કૈલાસપાર્ક, બારોઇ રોડ, મુંદરા અને મૂળ મોટા ટીંબલા, તા. લિંબડી, જિ. સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ અને બીયર ઉપરાંત રૂ. 2 લાખની સ્વીફ્ટ કાર તથા રૂ. 50 હજારનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 3,42,180 થાય છે. આ મામલે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આંતરરાજ્ય ગેંગના 3 શખ્સો ઝડપાયા:ATM મશીનના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનિયમની પટ્ટી ફિટ કરી 14 જગ્યાએથી પૈસા ચોર્યાની કબૂલાત આપી
    Next Article
    Patan News | પાટણ નગરપાલિકામાં ‘સત્તા’નો અનોખો ખેલ! | Nagarpalika | Government | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment