Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખરીફ સિઝનમાં પાકની લણણી થતાં જ વેચવાની ઉતાવળ ન કરો:તજજ્ઞની સલાહના આ 3 સ્ટેપ અપનાવો, મંદીના ગાળામાં પણ ઊપજના ઊંચા ભાવ ​મળશે

    5 days ago

    ગુજરાતમાં ખરીફ પાકોની સિઝન પૂર્ણ થયા બાદ ઘણીવાર ખેડૂતો યોગ્ય માર્કેટિંગ અને આયોજનના અભાવે પોતાની મહેનતની ઉપજ સસ્તા ભાવે વેચી દેતા હોય છે. ખેડૂતો વચેટિયા પ્રથાથી મુક્ત થઈને સંગઠિત બને અને પોતાની આવક બમણી કરી શકે તે માટે બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ (FPO) એક આદર્શ મોડેલ સાબિત થઈ રહ્યું છે. જેના કારણે આ વિસ્તારોમાં હવે ખેતી કોર્પોરેટ સ્તરે પહોંચી ગઈ છે. સાંતલપુરના કોરડા ખાતે કાર્યરત બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડએ વર્ષ 2016થી અત્યાર સુધીમાં અંદાજિત રૂ.40 થી 42 કરોડનો વેપાર કરીને ઉત્તર ગુજરાતના કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ચેરમેન કરશનજી જાડેજા અને વાઇસ ચેરમેન બાબુજી ઠાકોરના નેતૃત્વમાં આજે 32 ગામોના 7 હજારથી વધુ ખેડૂતો આ કંપની સાથે જોડાયેલા છે. કંપની ખેડૂતોનો માલ ખરીદી સીધો ગોકુળ સિદ્ધપુર, આઇટીસી લિમિટેડ, ઓલામ એગ્રો અને NCDEX જેવા મોટા ખરીદદારો સુધી પહોંચાડે છે. 1,644 રજિસ્ટર્ડ સભ્યો ધરાવતી આ કંપની ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને દવાઓ પણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવે છે. વાર્ષિક ઉત્પાદન ક્ષમતા - જીરું: 7,000 મેટ્રિક ટનથી વધુ - એરંડા: 8,000 મેટ્રિક ટનથી વધુ - રાયડો: 5,500 મેટ્રિક ટનથી વધુ - મેથી અને ધાણા: 5,000 મેટ્રિક ટનથી વધુ - અજમો: 2,000 મેટ્રિક ટનથી વધુ મુખ્ય સુવિધાઓમાં સમાવેશ થાય છે: - હાઇટેક ક્લિનિંગ પ્લાન્ટ: 24 કલાકમાં 15 ટન જીરું સાફ કરવાની ક્ષમતા. - કલર સોર્ટર મશીન: મસાલા પાકોની ગુણવત્તા મુજબ છટણી. - પેકેજિંગ યુનિટ: 250 ગ્રામથી 2.5 કિલોગ્રામ સુધી પેકિંગ સુવિધા. - પ્રોસેસિંગ પ્લાન્ટ અને ગોડાઉન. - 7 પાકી દુકાનો અને વિશાળ હોલ. - દવા અને ખાતર છંટકાવ માટે હાઇટેક ડ્રોન સેવા. "અમારો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારના ખેડૂતોને વૈશ્વિક બજાર આપવાનો છે. આજે 7 હજારથી વધુ ખેડૂતોના ઉત્પાદનો સીધા માર્કેટ સુધી પહોંચાડીએ છીએ, જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળે છે." – કરશનજી જાડેજા (ચેરમેન) અને બાબુજી ઠાકોર (વાઇસ ચેરમેન) FPO ના ફાયદા : ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) નાના અને સીમાંત ખેડૂતોનું સંગઠન છે, જે ખેડૂતોની સામૂહિક શક્તિ વધારીને તેમની આવકમાં વધારો કરે છે. 1. FPO શા માટે જરૂરી છે? - જથ્થાબંધ ખરીદીથી બિયારણ, ખાતર અને દવાઓ વ્યાજબી ભાવે મળે છે. - વચેટિયાઓ દૂર થતાં ખેડૂતોને સીધું બજાર અને વધુ ભાવ મળે છે. - ડ્રોન, ક્લિનિંગ અને સોર્ટિંગ મશીન જેવી આધુનિક ટેકનોલોજીનો લાભ મળે છે. - મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતો પોતાની બ્રાન્ડ સાથે વધુ નફો મેળવી શકે છે. 2. FPO નું સંચાલન અને માળખું - કોઈપણ ખેડૂત શેર મની ભરી સભ્ય બની શકે છે. - સભ્યો દ્વારા ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીનું સંચાલન કરે છે. - દરેક FPO નું નિશ્ચિત કાર્યક્ષેત્ર હોય છે. 3. સરકાર તરફથી મળતી સહાય - ઇક્વિટી ગ્રાન્ટ યોજના હેઠળ સરકાર સહાય આપે છે. - ગોડાઉન, ક્લિનિંગ પ્લાન્ટ અને મશીનરી માટે સબસિડી અને વ્યાજ રાહત મળે છે. ગુજરાતમાં FPO રજીસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા ભારતમાં FPO નું રજીસ્ટ્રેશન મુખ્યત્વે કંપની એક્ટ, 2013 હેઠળ પ્રોડ્યુસર કંપની તરીકે થાય છે. 1. રજીસ્ટ્રેશન માટેની પ્રાથમિક શરતો - ઓછામાં ઓછા 10 ખેડૂતો અથવા 2 ખેડૂત સંસ્થાઓ જરૂરી. - 5 થી 15 ડિરેક્ટર્સ હોવા જોઈએ. - લઘુત્તમ શેર મૂડી સામાન્ય રીતે રૂ.1 લાખ. 2. જરૂરી દસ્તાવેજો - જમીનના પુરાવા (7/12 અને 8-A). - આધાર કાર્ડ, પાન કાર્ડ. - ફોટોગ્રાફ અને રહેઠાણનો પુરાવો. - ઓળખનો પુરાવો. - ઓફિસ માટેનું વીજળી બિલ તથા NOC/ભાડાકરાર. 3. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આ પ્રક્રિયા મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સની વેબસાઈટ પર CA અથવા CS દ્વારા થાય છે: - ડીએસસી (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) તૈયાર કરાવવી. - ડીઆઈએન (ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર) મેળવવો. - સ્પાઇસ+ હેઠળ કંપનીનું નામ મંજૂર કરાવવું. - કંપનીના ઉદ્દેશ્યો અને નિયમો તૈયાર કરવા. - મંજૂરી બાદ સીઓઆઈ અને સીઆઈએન આપવામાં આવે છે. 4. રજીસ્ટ્રેશન પછીના કાર્યો : PAN અને TAN મેળવવા, કરન્ટ એકાઉન્ટ ખોલાવવું, GST અને જરૂરી લાયસન્સ મેળવવા. 5. સરકારી સંસ્થાઓની મદદ : SFAC, NABARD (નાબાર્ડ) અને NCDC જેવી સંસ્થાઓ ખેડૂતોને સંગઠિત કરવાથી લઈને કંપનીની સ્થાપના અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી ટેકનિકલ તથા વહીવટી માર્ગદર્શન આપે છે. (ભાસ્કર એક્સપર્ટ : મુકેશ ગાલવાડિયા, નાયબ બાગાયત નિયામક, પાટણ.)
    Click here to Read More
    Previous Article
    ડાંગની સ્ટ્રોબેરીએ ખેડૂતોની કિસ્મત બદલી:ઇટલી-ફ્રાન્સના ફળે લાખોની કમાણી કરાવી, અમદાવાદ-સુરત જેવા મોટા શહેરોમાં માંગ
    Next Article
    અકસ્માત:નવસારીના ગણેશ સિસોદ્રા નજીક કારની ટક્કરે ટેન્કર પરથી પટકાયેલા યુવાનનું મોત નિપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment