Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલો સુરતનો યુવક બ્રેઇન ડેડ:નકલી દારુ પીતા મગજ ડેમેજ થતા 3 દિવસથી હોસ્પિટલમાં, અત્યાર સુધી 9ના મોત

    1 day ago

    સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ દોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે. દારૂ પીધાના કલાકોમાં હાર્ટ એટેક આવ્યો, CPR આપી બચાવાયો સંજયસિંહ 16 તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને 17 તારીખે સવારે સુરત પહોંચ્યા હતા. સુરત આવતાની સાથે જ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર (CPR) આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તેઓ સતત બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. રિપોર્ટમાં ઇથેનોલ-મિથેનોલ પોઇઝનિંગનો ખુલાસો, મગજમાં ઓક્સિજન ઘટ્યો તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાના માત્ર 8થી 10 કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેમને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. અન્ય ઓર્ગન્સ ચાલુ રાખવા દવાઓનો સહારો, પરિવારમાં ભારે આક્રંદ આઇએનએસ હોસ્પિટલના ન્યુરો એક્સપર્ટ્સ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેમને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયા છે. હાલ શરીરના અન્ય મહત્ત્વના અંગો કાર્યરત રહે તે માટે તબીબો દ્વારા જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. ભાવનગરના લઠ્ઠાકાંડના કારણે યુવાન પુત્ર જિંદગી અને મોત વચ્ચે લટકતાં પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થયો, એકનું શંકાસ્પદ મોત ભાવનગરજિલ્લા કલેકટરે આજે 21 ઑગસ્ટ સવારે 3 વાગ્યા સુધીમાં અસરગ્રસ્તોના આંકડા જાહેર કર્યા છે. જેમાં નકલી દારૂના સેવનથી કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાં 8 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. 1 દર્દી વેન્ટિલેટર પર અને 4 દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો હાલમાં 25 દર્દી સારવાર હેઠળ છે, જેમાં 15 દર્દીની તબિયત સ્થિર છે. વધુ 5 અસરગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયા લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે ગઈકાલે 20 ઑગસ્ટે વધુ 5 અસરગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં 10 દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે 18 લોકો હોસ્પિટલમાં આવી ડોક્ટરની સલાહ લીધા બાદ પરત ફર્યાં હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નિગાળા ગામમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ:બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ
    Next Article
    રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ:બે લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત, ₹450 MRP હતીને 240ના ભાવે બે વ્યક્તિ લેવા આવ્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment