Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ:બે લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત, ₹450 MRP હતીને 240ના ભાવે બે વ્યક્તિ લેવા આવ્યા'તા

    1 day ago

    ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMCના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં આજે 21 ઑગસ્ટે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં પ્રતિ કિલોની MRP 450 રુપિયા લખેલી હતી અને બે વ્યક્તિ 240 રુપિયાના ભાવે આ જથ્થો લેવા આવ્યા હતા. ₹ 240ના પ્રતિ કિલોના ભાવે જથ્થો ખરીદતા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે આજે અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો પ્રતિ કિલો 240ના ભાવે ખરીદવા માટે આવ્યા હતા. જોધપુર અને પાલીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લક્ઝરી બસના લોકો દ્વારા લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. જેમાં MRP ₹ 400થી 450 લખેલી હતી. આ પનીરના જથ્થાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજસ્થાનના જોધપુર અને પાલીમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રાજસ્થાનથી આ લો ફેટ એનાલોગ પનીરનો લાવવામાં આવ્યો હોવાની સંપૂર્ણ શક્યતા છે. જો કે ફૂડ વિભાગ દ્વારા આ પનીર નો જથ્થો સીઝ કરી અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલો સુરતનો યુવક બ્રેઇન ડેડ:નકલી દારુ પીતા મગજ ડેમેજ થતા 3 દિવસથી હોસ્પિટલમાં, અત્યાર સુધી 9ના મોત
    Next Article
    How Erdogan Became the Modern Sultan of Global Politics | Turkey

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment