Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતા વેપારી પર પિતા-પુત્રનો ધારીયા વડે જીવલેણ હુમલો, માથામાં 3 ટાંકા આવ્યા, પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ

    9 hours ago

    પાલીતાણાના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી દુકાને દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતા પિતા-પુત્રએ ઉશ્કેરાઈને વેપારી પર ધારીયા અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથે ત્રણ ટાંકા આવ્યા છે. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે હુમલો કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી સંજય મકવાણા પાલિતણામાં બસ સ્ટેન્ડ રોડ પર, દિગંબર જૈન ધર્મશાળા પાસે આવેલી પોતાની વિશ્વકર્મા ખેતી ઓજાર નામની દુકાને હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ તેમનો નાનો ભાઈ મુકેશ અને કૌટુંબિક ભત્રીજો આકાશ વાતચીત કરી રહ્યા હતા, ​થોડીવાર પછી આકાશ નીતિનભાઈ મકવાણા અને તેના પિતા નીતિન વનમાળીભાઈ મકવાણા બંને પિતા-પુત્ર સંજયભાઈની દુકાને આવ્યા હતા, આકાશએ ત્યાં આવીને સંજયને ગાળો આપી તેમની દીકરી વિશે અપશબ્દો કહ્યા હતા, જ્યારે સંજયએ દીકરી વિશે ખરાબ બોલવાની ના પાડી, ત્યારે આકાશના પિતા નીતિન ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં પડેલું ધારીયું ઉપાડી સંજયના માથાના ભાગે ઝીંકી દીધું હતું. ધારીયાનો ઘા વાગતા જ સંજય નીચે પડી ગયા હતા, ત્યારબાદ આકાશએ તેમને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો, ઇજાગ્રસ્ત થતાં સંજયને તાત્કાલિક મોટરસાયકલ પર બેસાડી પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમના માથાના ભાગે થયેલી ઇજા પર ત્રણ ટાંકા લીધા હતા, ​સારવાર બાદ સંજયએ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી હુમલો કરનાર પિતા-પુત્ર નીતિન વનમાળીભાઈ મકવાણા અને આકાશ નીતિનભાઈ મકવાણા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડની ઠગાઈ, CBI, IPS અધિકારી અને જજના નામે ગઠિયાઓએ ફસાવ્યા
    Next Article
    ઠગાઇ:‘સુલેમાની પથ્થર બંદૂકની ગોળીની દિશા બદલે છે’ કહી 20 કરોડમાં જ્યોતિષને વેચવા જતા 3 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment