Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડની ઠગાઈ, CBI, IPS અધિકારી અને જજના નામે ગઠિયાઓએ ફસાવ્યા

    8 hours ago

    વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ રાખીને સાયબર ગઠિયાઓએ 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, CBI, IPS અધિકારી, જજ અને વકીલ તરીકે ઓળખ આપી ગઠિયાઓએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને વૃદ્ધને 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા. સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી વર્ષ 2024માં નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 માર્ચ 2026ના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI), નવી દિલ્હીના અધિકારી માનવ શર્મા તરીકે આપી હતી. ઠગે સિનિયર સિટીઝનને કહ્યું હતું કે, તેમના આધાર કાર્ડના આધારે ગેરકાયદેસર મોબાઇલ નંબર ઇશ્યૂ કરવામાં આવ્યો છે, જેના મારફતે ગેરકાયદે જાહેરાતો અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે વાત કરાવવા બહાને અન્ય નંબર પર સંપર્ક કરાવવામાં આવ્યો હતો. થોડી જ વારમાં ફરિયાદીને વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ CBI અધિકારી વિજય પ્રકાશ તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે, સિનિયર સિટીઝનના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને તેમના નામે બેંક ખાતું ખોલવામાં આવ્યું છે અને તેમાં 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ તેમજ કરોડો રૂપિયાના ગેરકાયદે વ્યવહારો થયા છે. આ કેસમાં તેમની સંડોવણી હોવાનું જણાવી 7 વર્ષની જેલ, ધરપકડ વોરંટ, મિલકતોની તપાસ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ જવાની ધમકી આપી હતી. વિશ્વાસમાં લેવા માટે ગઠિયાઓએ ફરિયાદીને કથિત FIR, CBIની નોટિસ તેમજ સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો પણ મોકલ્યા હતા. ત્યારબાદ વિવિધ મોબાઇલ નંબરો પરથી વીડિયો કોલ કરીને અલગ-અલગ વ્યક્તિઓએ પોતાને CBI અધિકારી, IPS અધિકારી વિજય ખન્ના, જજ અને વકીલ તરીકે રજૂ કર્યા હતા. ગઠિયાઓએ સિનિયર સિટીઝનને 10 માર્ચથી 27 માર્ચ સુધી સતત ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખ્યા હતા. દર બે કલાકે વીડિયો કોલ કરીને હાજરી આપવા કહેતા હતા. તેમને અને તેમની પત્નીને જ વીડિયો કોલમાં હાજર રહેવા તેમજ આ સમગ્ર બાબતની જાણ કોઈ સગા-સંબંધીઓ કે અન્ય વ્યક્તિને ન થાય તેની કડક સૂચના આપી હતી. આ દરમિયાન ગઠિયાઓએ સિનિયર સિટીઝનને તમામ એફ.ડી., વીમા પોલિસી અને અન્ય રોકાણો તોડીને રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવા કહ્યું હતું. સિનિયર સિટીઝને 19 માર્ચે પોતાના SBI ખાતામાંથી RTGS મારફતે રૂ. 1.40 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ 27 માર્ચે વધુ 19 લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ કુલ રૂ. 1,59,35,000ની રકમ ગઠિયાઓના ખાતાઓમાં મોકલી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ અન્ય બેંક ખાતાઓમાં પણ વધુ રકમ જમા કરાવવાની માંગણી કરી હતી. તે દરમિયાન સિનિયર સિટીઝને અન્ય બેંકોની એફ.ડી. તોડતા બેંક તરફથી તેમની પુત્રીને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પુત્રીએ પિતાને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવ્યો હતો. પુત્રીએ આ સમગ્ર મામલો સાયબર ફ્રોડ હોવાનું જણાવી તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ 11.36 લાખ રૂપિયાની રકમ પરત મળી હતી. જોકે 1.47 કરોડ રૂપિયા હજુ સુધી પરત મળ્યા નથી. જેથી તેમણે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Not a whisper of incriminating evidence’: What Delhi HC said while quashing case against NewsClick
    Next Article
    વેપારી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતા વેપારી પર પિતા-પુત્રનો ધારીયા વડે જીવલેણ હુમલો, માથામાં 3 ટાંકા આવ્યા, પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment