Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ઉત્તર ગુજરાતમાં દર બીજા મતદાર પાસે પોતાનું વાહન : દર 3 મતદારો સામે એક ટુ-વ્હીલર, 8 મતદારો સામે એક ફોર-વ્હીલર

    13 hours ago

    ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ 70.42 લાખ મતદારો સામે 32.75 લાખ વાહનો છે. એટલે કે, દર બીજા મતદાર પાસે પોતાનું વાહન છે. બીજી બાજુ, 32.57 લાખ પૈકી 20.33 લાખ ટુ-વ્હીલર અને 9.34 લાખ ફોર-વ્હીલર છે. એટલે કે, દર 3 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 8 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 62% ટૂ-વ્હીલર છે. જ્યારે ફોર વ્હીલર 29% છે. ઉત્તર ગુજરાતમાં વાહન ઘનતાની દ્રષ્ટિએ સૌથી સારી સ્થિતિ સાબરકાંઠાની અને સૌથી નબળી સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે. સાબરકાંઠામાં દર 3 મતદારો સામે 2 વાહન ઉપલબ્ધ છે, જે પાંચેય જિલ્લામાં સૌથી ઊંચું પ્રમાણ છે. જ્યારે અરવલ્લીમાં દર 3 મતદારો સામે એક વાહન છે. ઉત્તર ગુજરાતમાં બીજા ક્રમે મહેસાણા જિલ્લો આવે છે, જ્યાં દર બે મતદારો સામે એક વાહન ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની સ્થિતિ, કોની પાસે કેટલા વાહન? મહેસાણા જિલ્લો : દર બે મતદારો સામે એક વાહન કુલ 16.22 લાખ મતદારો સામે 8.68 લાખ વાહનો છે. એટલે કે, લગભગ દર બે મતદારો સામે એક વાહન ઉપલબ્ધ છે. બીજી બાજુ 8.68 લાખ પૈકી 5.53 લાખ ટુ-વ્હીલર અને 2.23 લાખ ફોર-વ્હીલર છે. એટલે કે, દર 3 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 7 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 64 ટકા ટુ-વ્હીલર અને 26 ટકા ફોર-વ્હીલર છે. પાટણ જિલ્લો : દર 5 મતદારો સામે 2 વાહન કુલ 11.19 લાખ મતદારો સામે 4.46 લાખ વાહનો નોંધાયા છે. એટલે કે, લગભગ દર 5 મતદારો સામે 2 વાહન ઉપલબ્ધ છે. બીજી બાજુ 4.46 લાખ પૈકી 2.98 લાખ ટુ-વ્હીલર અને 1.02 લાખ ફોર-વ્હીલર છે. એટલે કે, દર 4 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 11 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 67 ટકા ટુ-વ્હીલર અને 23 ટકા ફોર-વ્હીલર છે. બનાસકાંઠા-થરાદ : 5 મતદારો સામે 2 વાહન કુલ 24.26 લાખ મતદારો સામે 10.18 લાખ વાહનો છે. એટલે કે, લગભગ દર 5 મતદારો સામે 2 વાહન ઉપલબ્ધ છે. બીજી બાજુ 10.18 લાખ પૈકી 5.87 લાખ ટુ-વ્હીલર અને 3.42 લાખ ફોર-વ્હીલર છે. એટલે કે, દર 4 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 7 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 58 ટકા ટુ-વ્હીલર અને 34 ટકા ફોર-વ્હીલર છે. સાબરકાંઠા જિલ્લો : દર 3 મતદારો સામે બે વાહન કુલ 10.77 લાખ મતદારો સામે 6.72 લાખ વાહનો નોંધાયા છે. એટલે કે, લગભગ દર 3 મતદારો સામે બે વાહન ઉપલબ્ધ છે. જે પાંચેય જિલ્લામાં સૌથી વધુ છે. બીજી બાજુ 6.72 લાખ પૈકી 4.31 લાખ ટુ-વ્હીલર અને 1.84 લાખ ફોર-વ્હીલર છે. એટલે કે, દર 3 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 6 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 64 ટકા ટુ-વ્હીલર અને 27 ટકા ફોર-વ્હીલર છે. અરવલ્લી જિલ્લો : દર 3 ત્રીજા મતદાર સામે 1 વાહન કુલ 7.97 લાખ મતદારો સામે 2.70 લાખ વાહનો નોંધાયા છે. એટલે કે, લગભગ દર 3 મતદારો સામે એક વાહન ઉપલબ્ધ છે. બીજી બાજુ 2.70 લાખ પૈકી 1.64 લાખ ટુ-વ્હીલર અને 82 હજાર ફોર-વ્હીલર છે. એટલે કે, દર 5 મતદારો સામે એક ટુ-વ્હીલર, જ્યારે દર 10 મતદારો સામે એક ફોર-વ્હીલર છે. કુલ વાહનોમાં 61 ટકા ટુ-વ્હીલર અને 31 ટકા ફોર-વ્હીલર છે.
    Click here to Read More
    Previous Article
    100 વર્ષની ઉંમરે મતદાન માટે અનોખો ઉત્સાહ:વાસણ(ધા)ના શતાયું રામજીજી 45મી વખત મતદાન કરશે
    Next Article
    આજે પાલિકા-પંચાયતની ચૂંટણી:1723 કેન્દ્રો પર 15.76 લાખ મતદારો મતદાન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment