Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશા વર્કર બહેનોને 3 મહિનાથી મહેનતાણું ન મળ્યું:રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ પગાર વધારાની માગ સાથે સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું

    5 दिन पहले

    નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી. તેમણે છેલ્લા ત્રણ મહિનાથી મહેનતાણું ન મળવા અને પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આ બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેમને માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ મળે છે. આજના મોંઘવારીના સમયમાં આ રકમ અપૂરતી છે. તેમાં પણ છેલ્લા ત્રણ મહિનાથી આ મહેનતાણું ચૂકવાયું ન હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમણે ફિક્સ પગાર અને પ્રોત્સાહન રકમમાં 50 ટકાનો સમયસર વધારો કરવાની ઉગ્ર માંગ કરી છે. આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું હતું કે ત્રણ મહિનાથી મહેનતાણું મળ્યું નથી. તેમણે જણાવ્યું કે સિસ્ટમમાં ટેકનિકલ ફેરફારના કારણે ચૂકવણીમાં વિલંબ થયો છે. અધિકારીએ ખાતરી આપી કે પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ તમામ ચૂકવણી નિયમિત થઈ જશે. આશા બહેનોએ આવેદનપત્રમાં અન્ય હાલાકીઓ પણ વર્ણવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ફરજ બજાવવા છતાં તેનું એક પણ રૂપિયો ઇન્સેન્ટિવ મળ્યું નથી. અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવવા બદલ મળવાપાત્ર પ્રોત્સાહન રકમ પણ આજદિન સુધી ચૂકવાઈ નથી. વધુમાં, સરકારે મોબાઈલ ન આપ્યા હોવાથી હવે પછી ઓનલાઇન ટ્રેકિંગમાં કોઈ કામગીરી નહીં થાય અને માત્ર ઓફલાઇન કામ જ કરાશે તેમ જણાવ્યું હતું. આશા વર્કર બહેનોનો પણ ત્રણ મહિનાથી પગાર થયો નથી અને દર શનિવારે મીટિંગમાં ફરજિયાત હાજરી આપવા છતાં કોઈ ભથ્થું મળતું નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમનો તમામ બાકી પગાર અને ઇન્સેન્ટિવ ખાતામાં જમા નહીં થાય, ત્યાં સુધી તેઓ તમામ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરીઓથી અલિપ્ત રહેશે અને આગામી દિવસોમાં જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડશે.
    Click here to Read More
    Previous Article
    જૂન મહિનામાં પ્રથમ વાર ગરમીનો પારો 41.4 ડિગ્રી પહોંચ્યો:ભાવનગરમાં તાપમાન નો પારો 1.7 ઉચકતા લોકો ગરમી અકળાયા, 30 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ
    Next Article
    અનાવાડામાં પાટીદાર પરિવારે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉજવ્યો:વરઘોડા અને મહાઆરતી સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment