Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂન મહિનામાં પ્રથમ વાર ગરમીનો પારો 41.4 ડિગ્રી પહોંચ્યો:ભાવનગરમાં તાપમાન નો પારો 1.7 ઉચકતા લોકો ગરમી અકળાયા, 30 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ

    5 days ago

    જૂન મહિના ના પ્રારંભ સાથે જ ગરમીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે અને આજે તાપમાનનો પારો વધી ને 41.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો, તાપમાનનો પારો 1.7 ડીગ્રી વધી ને 41.7 ડિગ્રીએ પહોંચતા આગ ઝરતી ગરમીનો લોકો ને અનુભવ થયો હતો, આજ સવારથી જ તાપમાનનો પારો 29 ડીગ્રી નોંધાયો હતો, જ્યારે સવારથી જ 10 થી 30 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, એક જ દિવસમાં ગરમીનો પારો સડસડાટ 1.7 ડિગ્રી ઉપર પહોંચીને 41.4 ડિગ્રીને અડી જતા આભ માંથી અંગારા વરસતા ભાવનગરવાસીઓ તોબા પોકારી ઊઠ્યા હતા, ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો ગરમીની સાથોસાથ 30 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, રાત્રે પણ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, જૂન મહિના ના સપ્તાહ ના પ્રારંભથી તાપમાન નો પારો ઉતાર ચડાવ જોવા મળ્યો હતો જેમાં બે દિવસ બાદ ફરી એકવાર તાપમાન નો પારો 40 ડિગ્રી ને પાર પહોંચ્યો હતો, જેના કારણે લોકો ગરમીથી અકળાયા હતા, તેમજ છેલ્લા પાંચ દિવસ દરમિયાન ભાવનગર સહિતના વિસ્તારમાં તાપમાનનો પારો વારંવાર બદલાતો જોવા મળ્યો છે, ઉનાળુ ગરમીની સાથે ભેજ અને પવનની ગતિમાં આવેલા ફેરફારને કારણે વાતાવરણમાં મિશ્ર અનુભવ થયો હતો,આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા જણાય છે, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 6 દિવસનું તાપમાન નો પારો તા.3 જૂન ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 40 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.4 જૂન ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.5 જૂન ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.6 જૂન ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 જૂન ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 8 મજૂરોનાં મોત:1600 ડિગ્રી સેલ્સિયસ ગરમ લોખંડ ક્રેનથી લઈ જઈ રહ્યા હતા, ઓગળીને તેમના પર જ પડ્યું
    Next Article
    આશા વર્કર બહેનોને 3 મહિનાથી મહેનતાણું ન મળ્યું:રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ પગાર વધારાની માગ સાથે સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment