Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાવાડામાં પાટીદાર પરિવારે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉજવ્યો:વરઘોડા અને મહાઆરતી સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    5 days ago

    અનાવાડા ગામમાં પાટીદાર પરિવાર દ્વારા અધિક માસ નિમિત્તે દેવી ભાગવત અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના ભાગરૂપે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં અનાવાડા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં રૂક્ષ્મણી વિવાહના યજમાન પદનો લહાવો અનાવાડા ગામના મેહુલ રાયચંદ પટેલ પરિવારે લીધો હતો. રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત ગામના પાદરે આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો પરંપરાગત માર્ગો પર ફરીને કથા સ્થળ અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો. અંબાજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રૂક્ષ્મણી વિવાહ સંપન્ન થયા હતા. શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહ સાથે આ લગ્નોત્સવમાં જોડાઈને કથા શ્રવણનો આનંદ મેળવ્યો હતો. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ હોવાથી આ અવસરે કથા સ્થળે એક વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ અંબાજી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રૂક્ષ્મણી વિવાહ અને ભગવાનના લગ્ન પ્રસંગના સાક્ષી બનવા માટે અનાવાડા તેમજ તેની આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજ સહિત સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યજમાન પરિવારે ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી અને ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    આશા વર્કર બહેનોને 3 મહિનાથી મહેનતાણું ન મળ્યું:રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ પગાર વધારાની માગ સાથે સૂત્રોચ્ચાર, આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું
    Next Article
    Patan Cyber Fraud | પાટણમાં 398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ | Cyber Crime News | Patan Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment