Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાળા ગામની સીમમાંથી 3 જુગારી ઝડપાયા:સિહોર પોલીસની વાડીમાં રેડ, પાના સહિત રોકડ રૂ. 7500 જપ્ત કર્યાં

    9 hours ago

    ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરોજ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે થાળા ગામની સીમમાં રેડ પાડી હતી. પોલીસે વરલ રોડ પર આવેલી એક વાડીમાં વડલા નીચે પૈસા અને પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 7,500ની રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થાનિક પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુન્ના ખીમરાજ ગઢવીની વાડીમાં કેટલાક ઇસમો જુગાર રમતા હતા સિહોર પોલીસની ટીમ જ્યારે ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને માહિતી મળી હતી કે થાળા ગામની સીમમાં વરલ રોડ પર આવેલી મુન્ના ખીમરાજ ગઢવીની વાડીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન વાડીમાં વડલા નીચે ગોળ કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. ત્રણેય શખ્સોની અટકાયત ને 7,500ની રોકડ રકમ જપ્ત પોલીસે સ્થળ પરથી મુન્ના રફીકભાઈ ઉછડીયા (ઉં.વ. 28 રહે. વરલ), જેતુ સાદુળભાઈ વાઘોશી (ઉં.વ. 29, રહે. વરલ) અને ગભા દેવકરણભાઈ ઠાકરીયા (ઉં.વ. 45, રહે. થાળા, તા. સિહોર) નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને કુલ રૂ. 7,500ની રોકડ રકમ જપ્ત કરી છે. આ બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના અલ્કલાઇન વોટર ATMમાંથી પાણી નીકળવા લાગ્યું:સિવિલ હોસ્પિટલ આવતાં દર્દી અને સગાવહાલાંને પૈસા ખર્ચવા છતાં તરસ્યા રહેતા, દિવ્યભાસ્કરના રિપોર્ટ બાદ ફરી શરૂ
    Next Article
    બનાસકાંઠા SOGએ છાપી હાઈવે પરથી મેફેડ્રોન ઝડપ્યું:ઇકો ગાડીમાંથી બે આરોપીની ધરપકડ, રૂ. 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment