Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા SOGએ છાપી હાઈવે પરથી મેફેડ્રોન ઝડપ્યું:ઇકો ગાડીમાંથી બે આરોપીની ધરપકડ, રૂ. 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    બનાસકાંઠા SOG શાખાએ અમદાવાદ-પાલનપુર હાઈવે પર છાપી પાસેથી એક ઇકો ગાડીમાંથી મેફેડ્રોન માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને કુલ રૂ. 3,36,130/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. SOG ટીમને મળેલી બાતમીના આધારે છાપી ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ઇકો ગાડીમાંથી ડ્રાઈવર મહંમદરફીક નુરમહંમદ મલીક અને તેની સાથે બેઠેલા શાહરૂખખાન જહુરખાન નાગોરીને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમના કબજામાંથી 8 ગ્રામ 71 મિલિગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 26,130/- આંકવામાં આવી છે. માદક પદાર્થ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 3,36,130/- થાય છે. બનાસકાંઠા SOG દ્વારા જિલ્લામાં "NO DRUGS IN BANASKANTHA" અભિયાન હેઠળ માદક પદાર્થો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કાર્યવાહી કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    થાળા ગામની સીમમાંથી 3 જુગારી ઝડપાયા:સિહોર પોલીસની વાડીમાં રેડ, પાના સહિત રોકડ રૂ. 7500 જપ્ત કર્યાં
    Next Article
    Investment ₹158 Crore, Facility Zero | The Curious Case Of Noida Bus Terminal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment