Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી-ઉનામાં ધોધમાર વરસાદ, સુરતમાં ઘૂંટણસમા પાણી ભરાયા:આજે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી; 3થી 6 જુલાઈ વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે

    2 days ago

    સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 02 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે. બીજી તરફ, આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનાથી અસહ્ય બફારામાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં 1 મિમી નોંધાયો છે. રાજ્યના વરસાદની તસવીરો… 3 દિવસ બાદ ગરમીથી રાહત, પારો 2થી 3 ડિગ્રી ગગડશે હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું રહ્યું છે. જોકે, આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ચોમાસાના સક્રિય થવાની સાથે જ 3 દિવસ પછી રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો ઘટાડો થવાની સંભાવના છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.5°C નોંધાયું હતું. અમદાવાદમાં કેવું રહેશે હવામાન? અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે કે રાત્રે વરસાદ અથવા ગાજવીજના એક-બે સ્પેલ થવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 40°Cની આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8°C વધુ એટલે કે 39.6°C અને લઘુત્તમ તાપમાન 29.7°C નોંધાયું હતું. આગામી 7 દિવસની આગાહી, ક્યાં કેવો વરસાદ પડશે?
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ નંબર આપવો નહીં પડે!:હવે યુઝરનેમથી WhatsApp પર ચેટ થશે, રિઝર્વેશન શરૂ; જાણો નિયમો અને શરતો
    Next Article
    સોમનાથ ઓવરબ્રિજ પર ટ્રક-ટ્રેક્ટર અકસ્માત, ટ્રેક્ટર રેલિંગ પર લટક્યું:સદનસીબે જાનહાનિ ટળી, પ્રભાસ પાટણ પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment