Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ ઓવરબ્રિજ પર ટ્રક-ટ્રેક્ટર અકસ્માત, ટ્રેક્ટર રેલિંગ પર લટક્યું:સદનસીબે જાનહાનિ ટળી, પ્રભાસ પાટણ પોલીસે તપાસ શરૂ કરી

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક ઓવરબ્રિજ પર ગત રાત્રે ટ્રક અને માટી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર બ્રિજની રેલિંગ પર લટકાઈ ગયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, વેરાવળથી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેક્ટર (નંબર GJ 32 T 7584)ને પાછળથી આવી રહેલા ટ્રક (નંબર GJ 32 V 2197)એ ટક્કર મારી હતી. ટક્કરના કારણે ટ્રેક્ટરનો કાબૂ ગુમાવતા તે બ્રિજની રેલિંગ સુધી પહોંચી લટકાઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. આ ઘટનાને કારણે ઓવરબ્રિજ પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. પ્રભાસ પાટણ પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે ટ્રકે પાછળથી ટક્કર માર્યાનું મનાય છે, જોકે પોલીસ તપાસ બાદ જ અકસ્માતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી-ઉનામાં ધોધમાર વરસાદ, સુરતમાં ઘૂંટણસમા પાણી ભરાયા:આજે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી; 3થી 6 જુલાઈ વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
    Next Article
    "If There Was A Muslim In Trust": Asaduddin Owaisi's Taunt In Ram Mandir Donation Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment