Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઇલ નંબર આપવો નહીં પડે!:હવે યુઝરનેમથી WhatsApp પર ચેટ થશે, રિઝર્વેશન શરૂ; જાણો નિયમો અને શરતો

    2 दिन पहले

    અત્યાર સુધી વોટ્સએપ પર કોઈ નવા વ્યક્તિ સાથે વાત કરવા માટે પોતાનો મોબાઈલ નંબર આપવો જરૂરી હતો. પરંતુ હવે આવું નહીં થાય. મેટાની માલિકીના વોટ્સએપે યુઝરનેમ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પછી લોકો પોતાનો મોબાઈલ નંબર જણાવ્યા વિના પણ માત્ર યુઝરનેમ દ્વારા ચેટ કરી શકશે. કંપનીએ 29 જૂનથી દુનિયાભરમાં યુઝરનેમ રિઝર્વેશન શરૂ કરી દીધું છે. જોકે આ સુવિધા બધા યુઝર્સને એકસાથે નહીં મળે. આવનારા કેટલાક મહિનાઓમાં તેને ધીમે ધીમે બધા દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે. જ્યારે આ ફીચર તમારા વિસ્તારમાં ઉપલબ્ધ થશે, ત્યારે વોટ્સએપની અંદર નોટિફિકેશન મળશે. વોટ્સએપના સીઆઓ કુણાલ શાહે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે ફીચર જાહેર થાય તે પહેલા જ પોતાનું યુઝરનેમ રિઝર્વ કરી લીધું છે. તેમણે લોકોને પણ જલદી પોતાનું મનપસંદ યુઝરનેમ લેવા અપીલ કરી. વોટ્સએપ યુઝરનેમ ફીચરથી સંબંધિત 8 પ્રશ્નોના જવાબો 1. વોટ્સએપ યુઝરનેમ ફીચર શા માટે લાવી રહ્યું છે? વોટ્સએપનું કહેવું છે કે ઘણીવાર લોકો કોઈ નવી વ્યક્તિ સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ પોતાનો મોબાઇલ નંબર શેર કરવા માંગતા નથી. જેમ કે કોઈ નેટવર્કિંગ ઇવેન્ટમાં મળેલ વ્યક્તિ, નવા ક્લાસમેટ, પડોશી અથવા બાળકોના સ્કૂલ/સ્પોર્ટ્સ ગ્રુપના અન્ય વાલીઓ સાથે વાત કરતી વખતે પ્રાઇવસી જાળવી રાખવી જરૂરી હોય છે. આવી સ્થિતિમાં હવે મોબાઇલ નંબરની જગ્યાએ ફક્ત યુઝરનેમ શેર કરી શકાશે. યુઝરનેમ બનાવવાના નિયમો શું છે? યુઝરનેમ 3 થી 35 કેરેક્ટરનું હશે. તેમાં ફક્ત a-z (સ્મોલ અંગ્રેજી અક્ષરો), 0-9 (અંકો), ડોટ (.) અને અંડરસ્કોર (_) નો ઉપયોગ કરી શકાશે. દરેક યુઝરનેમ સંપૂર્ણપણે યુનિક હશે. જરૂર પડ્યે તેને બદલી, હટાવી અથવા અપડેટ કરી શકાશે. શું મોબાઇલ નંબર સંપૂર્ણપણે છુપાઈ જશે? હા, પરંતુ ફક્ત તે લોકો માટે જેઓ પહેલીવાર તમારો સંપર્ક કરશે. જો તમે યુઝરનેમ સેટ કર્યું હશે, તો નવી વ્યક્તિ તમારો મોબાઇલ નંબર જોઈ શકશે નહીં. જોકે વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અને ઉપયોગ કરવા માટે મોબાઇલ નંબર પહેલાની જેમ જ જરૂરી રહેશે. જે લોકો પાસે તમારો નંબર પહેલેથી સેવ છે, તેઓ પહેલાની જેમ જ તમારી સાથે ચેટ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Why Delhi’s EV Policy is betting big on two-wheelers
    Next Article
    અમરેલી-ઉનામાં ધોધમાર વરસાદ, સુરતમાં ઘૂંટણસમા પાણી ભરાયા:આજે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી; 3થી 6 જુલાઈ વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment