Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતાખાટલી નજીક બાવળની કાંટમાં જુગાર રમતા 3 ઝડપાયા, 5 ફરાર:ક્રાઇમ બ્રાન્ચે રોકડ અને 3 મોબાઈલ સહિત રૂ.66 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ભાવનગર ભાલ પંથકમાં આવેલ ખેતાખાટલી ગામ નજીક બાવળની કાટમાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે દરોડા પાડી ત્રણ શખસને ઝડપી લીધા હતા, જ્યારે પાંચ શખસ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.41,420 અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.66,820નો મુદ્દામાલ કબજે કરી આઠ શખસ વિરુદ્ધ વેળાવદર-ભાલ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે રેડ કરી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગતરાત્રિના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ સમયે બાતમી મળી હતી કે, ભાવનગર નજીક ખેતાખાટલી રોડ પર બાવળની કાટમાં સોલાર લાઈટ તથા બેટરીવાળા બલ્બના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં અક્ષય ભરતભાઈ વાજા (રહે. જૂના બંદર, ભાવનગર) બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. તેમજ જુગારના થડા ઉપર પૈસા ઉઘરાવવા માટે માણસો રાખી ગંજીપત્તાના પાનાં વડે હાથકાંપનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. પાંચ આરોપી સ્થળેથી ફરાર આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર દરોડો પાડતાં જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા દીપક ઉર્ફે બાલો રઘુભાઈ વાજા (રહે. આગરીયાવાડ, રાંદલમાનો ચોક, કુંભારવાડા, ભાવનગર), મેહુલ ઉર્ફે ભુવો અરવિંદભાઈ રાઠોડ (રહે. નર્મદ ગામ) અને હારુન ઉર્ફે મોરલી યુનુસભાઈ શરમાળી (રહે. માઢીયા રોડ, અપનાનગર, કુંભારવાડા, ભાવનગર) હાજર મળી આવ્યા હતા. જ્યારે રેઇડ દરમિયાન પાંચ શખસ નાસી છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી જુગારનું સાહિત્ય, જુગારના પટમાં પડેલા રોકડા રૂ.41,420 તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.66,820નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીએ ફરારના નામ આપી દીધા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ઝડપાયેલા ત્રણેય શખસની ફરાર જુગારીઓ તેમજ જુગાર કોણ રમાડે છે તે અંગે પૂછપરછ કરતાં અક્ષય ભરતભાઈ વાજા (રહે. જૂના બંદર, ભાવનગર) જુગાર રમાડતો, પોલીસનું ધ્યાન રાખતો તેમજ જુગારીઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રવિ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ (રહે. ખેડૂતવાસ, ભાવનગર) પોલીસનું ધ્યાન રાખતો હોવાનું અને સાગર ભરતભાઈ વાજા (રહે. જૂના બંદર, ભાવનગર), વિશાલ ભરતભાઈ વાજા (રહે. જૂના બંદર, ભાવનગર) તથા રોહિત ઉર્ફે ભંભો રાજુભાઈ બારૈયા (રહે. રાણીકા લ, બાવાવાસ, ભાવનગર) નાસી છૂટ્યા હોવાનું ખુલ્યું હતું. પાંચ સામે ગુનો દાખલ વધુમાં, રોહિત ઉર્ફે ભંભો જુગારના પટમાં એક બાજુએ જે જીતે તેની પાસેથી રૂ.10,000 દીઠ રૂ.200 લેખે નાળ ઉઘરાવતો હોવાનું ખુલવા પામ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તમામ શખ્સો વિરુદ્ધ વેળાવદર-ભાલ પોલીસ મથકમાં જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    UKના ફ્રી સ્ટાઇલ ફૂટબોલ ખેલાડી જેમી નાઈટ જૂનાગઢની મુલાકાતે:શાળાના કાર્યક્રમમાં બાળકોને મહત્વપૂર્ણ ટિપ્સ આપી, કહ્યું-'બ્રિટન કરતા ભારતીય બાળકો વધુ ખુશખુશાલ અને ફિટ'
    Next Article
    ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું:પહેલી વન-ડેમાં કોહલીએ 74 રન બનાવ્યા; અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment