Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું:પહેલી વન-ડેમાં કોહલીએ 74 રન બનાવ્યા; અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી

    2 days ago

    ન્યૂઝીલેન્ડ સામે ભારતને પહેલી વન-ડેમાં વરસાદ પડ્યા પછી રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો છે. જેમાં હવે કુલ 32 ઓવરની ગેમમાં 143 રનનો ટાર્ગેટે ચેઝ કરવાનો રહેશે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 22 ઓવરમાં 138/5 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને નમન ધીર ક્રિઝ પર છે. જેકબ ડફીએ કોહલી પછી અક્ષરને પણ આઉટ કર્યો. વિરાટે ODI કરિયરની 80મી ફિફ્ટી ફટકારી છે. તે 74 રન બનાવીને આઉટ થયો. તેની પહેલા શુભમન ગિલ 37 રન બનાવીને આઉટ થયો હતો. કાઇલ જેમિસને રોહિત શર્મા (0)ને આઉટ કર્યો. અગાઉ, ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા, ઑકલેન્ડના ઇડન પાર્કમાં કિવી ટીમ 40.2 ઓવરમાં 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટિમ સેફર્ટે સૌથી વધુ 43 બોલ પર 38 રન બનાવ્યા. તેમજ, ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. ગુરનૂર બરારને 3 અને અંશુલ કંબોજને 2 વિકેટ મળી. આ પહેલાં, ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે મુકાબલો નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડો ભારતીય સમયાનુસાર સવારે 7:40 વાગ્યે શરૂ થયો.
    Click here to Read More
    Previous Article
    ખેતાખાટલી નજીક બાવળની કાંટમાં જુગાર રમતા 3 ઝડપાયા, 5 ફરાર:ક્રાઇમ બ્રાન્ચે રોકડ અને 3 મોબાઈલ સહિત રૂ.66 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    ઈરાને ટ્રમ્પને ડસ્ટબિનમાં નાખ્યા:'સ્ટેચ્યૂ ઓફ લિફર્ટી' પરથી ટ્રમ્પને ઉડાડવામાં આવ્યા, ફ્લેગ પર લખ્યું- મેક અમેરિકા ટ્રમ્પલેસ અગેઇન; સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment