Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહનલાલ અજય દેવગનની 'દૃશ્યમ 3'ના ફેન બન્યા:કહ્યું- 'હું ખરેખર પ્રભાવિત છું'; ફિલ્મની કમાણી 489.74 કરોડ રૂપિયાને પાર

    1 day ago

    સાઉથ સુપરસ્ટાર મોહનલાલે સોમવારે અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ એટલે કે ‘દૃશ્યમ 3’ની પ્રશંસા કરી. તેમણે ફિલ્મની વાર્તા જોઈને કહ્યું કે, તેઓ તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’ મોહનલાલની મૂળ મલયાલમ ફિલ્મોની સત્તાવાર હિન્દી રીમેક હતી. જોકે, અજય દેવગનની ‘દૃશ્યમ 3’ મોહનલાલની મલયાલમ ફિલ્મની રીમેક નથી. ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને લઈને દેશભરમાં ચર્ચા ચાલુ છે અને તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ જોયા બાદ મોહનલાલે તેની ટીમ માટે ખાસ સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું, “મેં ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ જોઈ. જે રીતે તેમણે આ પસંદગીની વાર્તાને શાનદાર અંત સુધી પહોંચાડી, તેનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું.” તેમણે આગળ કહ્યું, “અભિષેક પાઠક, કુમાર મંગત પાઠક, અજય દેવગન અને સમગ્ર કાસ્ટ-ક્રૂને ખૂબ સારું કામ કરવા બદલ અભિનંદન.” પ્રોડક્શન હાઉસ સ્ટાર સ્ટુડિયોઝ18એ મોહનલાલનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો. તેમણે લખ્યું, “તમારી પ્રશંસા માટે ખૂબ ખૂબ આભાર, મોહનલાલ સર.” ફિલ્મની વિશ્વભરમાં કમાણી 489 કરોડને પાર ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રિલીઝના 11મા દિવસે ફિલ્મે ભારતમાં 6.25 કરોડ રૂપિયા નેટ કમાણી કરી. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 315.25 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 378.24 કરોડ રૂપિયા થઈ ગયું. વળી, વિદેશોમાં 11મા દિવસે ફિલ્મે 2.50 કરોડ રૂપિયા કમાયા. આ સાથે વિદેશોમાં કુલ ગ્રોસ કમાણી 111.50 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. ફિલ્મનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન હવે 489.74 કરોડ રૂપિયા થઈ ગયું છે. 'દૃશ્યમ 3'એ બોક્સ ઓફિસ પર બનાવ્યા અનેક રેકોર્ડ 'દૃશ્યમ 3' અજય દેવગનની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે 2 ઑક્ટોબર 2026ના રોજ રિલીઝના પ્રથમ દિવસે ભારતમાં 62 કરોડ રૂપિયા નેટ કમાયા. આ અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ હતી. આ પહેલાં તેની ફિલ્મ ‘સિંઘમ અગેન’એ પ્રથમ દિવસે 43.50 કરોડ રૂપિયા નેટ કમાયા હતા. સ્થાનિક બોક્સ ઓફિસ (નેટ કલેક્શન) અને વિશ્વવ્યાપી કલેક્શન, બંને માપદંડો પર આ વર્ષ 2026ની બીજી સૌથી મોટી હિન્દી ફિલ્મ બની છે (પ્રથમ સ્થાને 'ધુરંધર 2: ધ રિવેન્જ' છે). ફિલ્મની કાસ્ટ અને નિર્માતાઓ અભિષેક પાઠકના ડિરેક્શનમાં બનેલી ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન, રજત કપૂર, જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મમાં કમલેશ સાવંત, ઇશિતા દત્તા અને મૃણાલ જાધવ સહિત ઘણા કલાકારો પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જાણીતી ફ્રેન્ચાઇઝીની છેલ્લી કડી તરીકે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા અને પટકથા અભિષેક પાઠક, આમિલ કિયાન ખાન અને પરવેઝ શેખે લખી છે. ફિલ્મનું નિર્માણ આલોક જૈન, અજિત અંધારે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગિલ પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો:મેન્સ કેટેગરીમાં સૌથી વધુ; વુમન્સ કેટેગરીમાં શેફાલી વર્માની પસંદગી
    Next Article
    રાજસ્થાનમાં વાવાઝોડાનું એલર્ટ, યુપીમાં ગંગા ઉફાન પર:ઘર ડૂબ્યાં; ઉત્તરાખંડમાં હિમવર્ષા; હિમાચલમાં આગામી 3 દિવસ વરસાદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment