Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિલ પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો:મેન્સ કેટેગરીમાં સૌથી વધુ; વુમન્સ કેટેગરીમાં શેફાલી વર્માની પસંદગી

    1 day ago

    ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલને સપ્ટેમ્બરનો ICC પ્લેયર ઑફ ધ મંથ પસંદ કરવામાં આવ્યો છે. આ પાંચમી વખત છે, જ્યારે ગિલે આ અવોર્ડ જીત્યો છે. તેણે અભિષેક શર્મા અને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પાછળ છોડ્યા. 27 વર્ષીય ગિલ સૌથી વધુ વખત આ અવોર્ડ જીતનાર ક્રિકેટર બન્યો છે. તે મેન્સ કેટેગરીમાં પણ સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ક્રિકેટર છે. વુમન્સ કેટેગરીમાં ભારતીય ઓપનર શેફાલી વર્માને પ્લેયર ઑફ ધ મંથ પસંદ કરવામાં આવી. તેણે પોતાની સાથી ખેલાડી શ્રી ચરણિ અને શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુને પાછળ છોડીને આ અવોર્ડ જીત્યો. ICCના અવોર્ડ પર BCCIની પોસ્ટ… ગિલે 133 બોલમાં ફટકારી સૌથી ઝડપી વન-ડે ડબલ સેન્ચુરી ભારતીય કેપ્ટન શુભમન ગિલે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની 3 વન-ડેમાં 334 રન બનાવ્યા. તેણે પ્રથમ વન-ડેમાં 110 રનની ઇનિંગ રમી. ત્યારબાદ બીજી વન-ડેમાં 133 બોલમાં 223 રન બનાવ્યા. આ વન-ડે ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી છે. શેફાલીને બીજી વખત એવોર્ડ મળ્યો શેફાલી વર્માને બીજી વખત ICC પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. આ પહેલાં તેને ગયા વર્ષે નવેમ્બરમાં આ પુરસ્કાર માટે પસંદ કરી હતી. શેફાલીએ સપ્ટેમ્બરમાં 360 રન બનાવવાની સાથે 6 વિકેટ પણ ઝડપી હતી. તે મહિલા એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રહી. એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં તેણે બાંગ્લાદેશ સામે અણનમ 100 રન બનાવ્યા, જ્યારે ફાઇનલમાં શ્રીલંકા સામે 48 રનની ઇનિંગ રમી. ગિલે એક વર્ષ બાદ આ એવોર્ડ જીત્યો ICC દ્વારા ગિલે પાંચમી વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલાં તે 2023માં જાન્યુઆરી, સપ્ટેમ્બર અને 2025માં ફેબ્રુઆરી તથા જુલાઈમાં આ એવોર્ડ જીતી ચૂક્યો છે. ગિલે છેલ્લી વખત ગયા વર્ષે જુલાઈમાં આ એવોર્ડ જીત્યો હતો. મહિલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર અને વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટન હેલી મેથ્યુઝ પણ 4-4 વખત આ એવોર્ડ જીતી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ સિલેક્ટરે કહ્યું- ન્યૂઝીલેન્ડ સિરીઝમાં શમીને તક મળવી જોઈએ:પ્રસાદે કહ્યું- વેસ્ટ ઈન્ડીઝ સામે બુમરાહની ખોટ વર્તાઈ, ભુવીની પસંદગી યોગ્ય
    Next Article
    મોહનલાલ અજય દેવગનની 'દૃશ્યમ 3'ના ફેન બન્યા:કહ્યું- 'હું ખરેખર પ્રભાવિત છું'; ફિલ્મની કમાણી 489.74 કરોડ રૂપિયાને પાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment