Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના દરિયામાં કરંટ, 3 બોટ તણાઈ, 4 માછીમારનું રેસ્ક્યૂ:રાજુલામાં 8 ઇંચથી જળબંબાકાર, ધાતરવડી-1 પણ ઓવરફ્લો; ગીર સોમનાથના ગાંગડામાં 250 લોકોનું સ્થળાંતર

    1 day ago

    સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલા તોફાની વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગીણીયા ગામમાં ભારે વરસાદને લીધે મકાનની દીવાલ ધરાશાયી થતાં, ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય કૈલાશબેન માંગુડા કાટમાળ નીચે ગંભીર રીતે દબાયા હતા, જેમને નાજુક હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ, જાફરાબાદના ધારાબંદર ગામમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં ધારાસભ્ય હીરા સોલંકી ખુદ પ્રશાસનની ટીમ સાથે જીવના જોખમે પૂરના પ્રવાહમાં ઊતર્યા હતા અને 50થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સરકારી શાળામાં આશ્રય અપાવ્યો હતો. આ ઉપરાંત, રાજુલા પંથક પણ 8 ઇંચમાં જળબંબોળ બન્યો છે, જ્યાં ચૌત્રા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે અને ભેરાઇ ગામમાં પૂરના પાણી ઘૂસતાં હીરા સોલંકી સહિતની ટીમો લોકોની વહારે પહોંચી છે. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામેથી પણ 250 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. ઉનાના સૈયદ રાજપરામાં દરિયામાં તણાયેલી બોટોમાંથી 4 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સવારના 6થી 2 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8 ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લાના કેટલાક માર્ગો પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 6 જિલ્લામાં 'રેડ એલર્ટ', 7 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાત અને આસપાસના રાજ્યોમાં વરસાદ માટે સર્જાયેલી અનુકૂળ સ્થિતિના કારણે આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા રહે છે. પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા, રાજુલા સહિત 10થી વધુ ગામોને હાઈ એલર્ટ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ધાતરવડી-2 સિંચાઇ યોજનામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીની તોતિંગ આવક થઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્રે ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલી દીધા છે, જેમાંથી હાલ 52220 ક્યુસેક પાણીનો ભયજનક આઉટફ્લો ધાતરવડી નદીમાં છોડાઈ રહ્યો છે. ઉપરવાસમાં આવેલો ધાતરવડી-1 ડેમ પણ ઓવરફ્લો થવાની અણી પર હોવાથી હજુ પણ વધુ પાણી છોડાય તેવી શક્યતા છે, જેને પગલે નદીઓમાં ઘોડાપૂર સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના સંકટને ધ્યાને રાખી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવા કે રાજુલા શહેર, ખાખબાઇ, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-2, લોઠપુર અને કોવાયા સહિતના ગામોને હાઈ એલર્ટ કરી સ્થાનિકોને નદી-નાળા કે વહેતા પાણીમાં ન જવા તેમજ અત્યંત સાવચેત રહેવા કડક અપીલ કરવામાં આવી છે. રાયડી સિંચાઈ યોજના, ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા ખાંભા તાલુકાના મોટાબારણ ગામે રાયડી સિંચાઇ યોજનામાં વરસાદી પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા છે. 48328 ક્યુસેક આઉટફલો છે. પાણીની આવક વધારે છે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી પાણીનું લેવલ વધવાની શક્યતા છે. નીચાણ વાળા વિસ્તારના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી, મીઠાપર ગામોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદી નાળા અને વહેતા પાણીમાં ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. આ પણ વાંચો... ઉનામાં મેઘતાંડવ, 12 ઇંચ વરસાદ, 50થી વધુ પશુના મોત, માલણ નદી ગાંડીતૂર બનતા ગામોમાં પાણી ઘૂસ્યા આ પણ વાંચો... રાજુલા-ખાંભામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી 20 ગામ સંપર્કવિહોણા, મદદ માટે MLAએ તરવૈયાઓની ફોજ માગી પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટથી રેસ્ક્યૂ પોરબંદર ફાયર ટીમને વહેલી સવારે 112 કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બળેજ ગામ પાસે આવેલા બળેજ-અમીપુર રોડ પર વાહન લઈને પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પૂરના પાણીમાં ફસાયો છે. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તુરંત બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશી રામ નામના યુવકનું બોટ દ્વારા સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો. ચોમાસું 48 કલાકમાં ગુજરાતને કવર કરી શકે…
    Click here to Read More
    Previous Article
    ટોપ-10 કંપનીઓમાંથી 6ની વેલ્યુ ₹1 લાખ કરોડ વધી:એરટેલ ટોપ ગેનર રહી, વેલ્યુ ₹36,529 કરોડ વધી; બજાજ ફાઇનાન્સ-ICICI બેંકનું માર્કેટ કેપ પણ વધ્યું
    Next Article
    દીવનો દરિયો બન્યો ગાંડોતૂર:ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ઉછળ્યા ઊંચા મોજા, પ્રવાસીઓ માટે એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment