Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવનો દરિયો બન્યો ગાંડોતૂર:ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ઉછળ્યા ઊંચા મોજા, પ્રવાસીઓ માટે એલર્ટ

    12 hours ago

    સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વ્યાપક વરસાદને કારણે દીવનો દરિયો ભારે તોફાની બન્યો છે. દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને કિનારા પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ગંગેશ્વર મંદિર નજીક જોરદાર કરંટ અને ઊંચા મોજા ભારે વરસાદ અને દરિયામાં ઉઠેલા તોફાનના કારણે પૌરાણિક અને સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયાના પાણી જોરદાર કરંટ સાથે ઉછળી રહ્યા છે. તાકાતવર મોજા સતત કિનારા સાથે અથડાઈ રહ્યા હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયા નજીક ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધી બીચ પર ન્હાવા પર પ્રતિબંધ ચોમાસાની સિઝન દરમિયાન અકસ્માતો નિવારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અગાઉથી જ એક્શન મોડમાં છે. દરિયામાં ભારે કરંટ રહેતો હોવાના કારણે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બીચ પર ન્હાવા કે દરિયાની નજીક જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ અનેક પ્રવાસીઓ દરિયા કિનારે પાણીની મજા માણવા પહોંચી જતા હોય છે. ચારેય તરફ દરિયાથી ઘેરાયેલા દીવમાં પ્રવાસીઓની જાનમાલની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ધોધમાર વરસાદમાં પણ દરિયાકાંઠે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. ઉના અને ગ્રામ્ય પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બીજી તરફ દીવની પાડોશમાં આવેલા ઉના પંથકમાં પણ ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉના શહેર ઉપરાંત તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત મેઘમહેર ચાલુ રહેતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોનું જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાના દરિયામાં કરંટ, 3 બોટ તણાઈ, 4 માછીમારનું રેસ્ક્યૂ:રાજુલામાં 8 ઇંચથી જળબંબાકાર, ધાતરવડી-1 પણ ઓવરફ્લો; ગીર સોમનાથના ગાંગડામાં 250 લોકોનું સ્થળાંતર
    Next Article
    મોરબીમાં નાફેડ મગફળીના જથ્થામાં આગ:60 લાખ લિટર પાણીનો ઉપયોગ છતાં 24 કલાકથી આગ બેકાબૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment