Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોપ-10 કંપનીઓમાંથી 6ની વેલ્યુ ₹1 લાખ કરોડ વધી:એરટેલ ટોપ ગેનર રહી, વેલ્યુ ₹36,529 કરોડ વધી; બજાજ ફાઇનાન્સ-ICICI બેંકનું માર્કેટ કેપ પણ વધ્યું

    9 घंटे पहले

    ગયા કારોબારી સપ્તાહમાં દેશની ટોપ-10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 6નું કુલ માર્કેટ વેલ્યુએશન 1 લાખ કરોડ રૂપિયા વધી ગયું. આ તેજીમાં ભારતીય એરટેલ ટોપ ગેનર રહી. એરટેલનું વેલ્યુએશન 36,529 કરોડ રૂપિયા વધીને 11.63 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, ICICI બેંક, LIC, HDFC બેંક અને HULનું માર્કેટ કેપ પણ વધ્યું છે. જ્યારે બજારની આ તેજી વચ્ચે ટોપ-10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 4નું વેલ્યુ ગયા સપ્તાહે ઘટી છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI અને TCSના નામ સામેલ છે. દેશની ટોપ-10 કંપનીઓમાંથી 6ની વેલ્યુ ₹1 લાખ કરોડ વધી સ્રોત: BSE (29 જૂન - 03 જુલાઈ, 2026) રિલાયન્સ દેશની સૌથી વેલ્યુએબલ કંપની માર્કેટ કેપના હિસાબે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વેલ્યુએબલ કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત છે. ત્યારબાદ બીજા સ્થાને HDFC બેંક, ત્રીજા સ્થાને ભારતી એરટેલ, ચોથા સ્થાને ICICI બેંક અને પાંચમા સ્થાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. આ યાદીમાં છઠ્ઠા સ્થાને TCS, સાતમા સ્થાને બજાજ ફાઇનાન્સ, આઠમા સ્થાને લાર્સન એન્ડ ટુબ્રો, નવમા સ્થાને LIC અને દસમા સ્થાને હિન્દુસ્તાન યુનિલિવર હાજર છે. ગયા અઠવાડિયે સેન્સેક્સ 663 પોઈન્ટ વધ્યો હતો ગયા અઠવાડિયે સેન્સેક્સ 663.44 પોઈન્ટ અને નિફ્ટી 214.85 પોઈન્ટ વધ્યો હતો. જ્યારે શુક્રવારે સેન્સેક્સ 261 પોઈન્ટના ઉછાળા સાથે 77,764ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં 95 પોઈન્ટનો વધારો રહ્યો, તે 24,270ના સ્તરે બંધ થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન શું હોય છે? માર્કેટ કેપ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર, એટલે કે તે બધા શેર જે હાલમાં તેના શેરધારકો પાસે છે, તેમની કિંમત છે. તેની ગણતરી કંપની દ્વારા જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે. આને એક ઉદાહરણથી સમજો... ધારો કે... કંપની 'A' ના 1 કરોડ શેર બજારમાં લોકોએ ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા છે, તો કંપનીની માર્કેટ વેલ્યુ 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે. કંપનીઓની માર્કેટ વેલ્યુ શેરની કિંમતો વધવા કે ઘટવાને કારણે વધે-ઘટે છે. આના બીજા ઘણા કારણો છે... માર્કેટ કેપના ઉતાર-ચઢાવની કંપની અને રોકાણકારો પર શું અસર થાય છે?
    Click here to Read More
    Previous Article
    Aamir Khan Third Wedding First Photo: कौन हैं आमिर खान की पत्नी गौरी स्प्रैट? Gauri Spratt Wedding
    Next Article
    ઉનાના દરિયામાં કરંટ, 3 બોટ તણાઈ, 4 માછીમારનું રેસ્ક્યૂ:રાજુલામાં 8 ઇંચથી જળબંબાકાર, ધાતરવડી-1 પણ ઓવરફ્લો; ગીર સોમનાથના ગાંગડામાં 250 લોકોનું સ્થળાંતર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment