Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં ઘટસ્ફોટ, રાત્રે 3 વાગે ઉઠક-બેઠક કરાવતા:4 મહિનાથી ત્રાસ આપતા, એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા; 7 સિનિયર ડોક્ટર સામે ફરિયાદ

    19 hours ago

    ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં રેગિંગની અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી, બીજા વર્ષના સાત જેટલા રેસીડન્ટ ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના 13 જુનિયર ડોક્ટરોને છેલ્લા 4 મહિનાથી અમાનવીય રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ, સિનિયર રાત્રે 3 વાગે જુનિયર ડોક્ટરને ઉઠક-બેઠક કરાવતા અને એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા હતાં. આ મામલે કોલેજ તંત્ર દ્વારા અધિકૃત કરવામાં આવેલા મદદનીશ પ્રાધ્યાપક ડો.અજય સેંતાએ ટ્રોમા સેન્ટરના 7 રેસીડન્ટ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે(19 જૂન) આશરે સાડા આઠ કલાક સુધી ચાલેલી મરેથોન બેઠકમાં 6 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ આજે 20 જૂન વધુ એક વિદ્યાર્થી દિવ્ય મોદીનું આ રેંગીગમાં સામેલ હોવાનું ખુલતા 6 મહિના માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગઇકાલે 19 જૂન સાડા આઠ કલાક ચાલેલી મેરેથોન તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. 4 મહિનાથી ત્રાસ આપતા હોવાનો ધટસ્ફોટ ગત 14 જૂનના રોજ 'ઈ-કસ્ટબીન' પોર્ટલ પર મળેલી ફરિયાદના આધારે એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, તા.1 માર્ચ 2026થી 14 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન ટ્રોમા સેન્ટરમાં પ્રથમ વર્ષના 13 જુનિયર ડોક્ટરોને બીજા વર્ષના સાત રેસીડન્ટ ડોક્ટરો દ્વારા સતત ટોર્ચર કરવામાં આવતું હતું. એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોને કલાકો સુધી ઊભા રાખવામાં આવતા, જેના કારણે તેઓને મસલ ક્રેમ્પ્સ (સ્નાયુમાં દુખાવો) થઈ જતો અને કેટલાક બેભાન પણ થઈ જતા હતા, ઓ.ટી. (ઓપરેશન થિયેટર) અને વિભાગમાં જુનિયર ડોક્ટરો પાસે 'કુકડા' અને 'મુર્ધા' જેવી સ્થિતિમાં બેસાડી તેના ફોટા અને વીડિયો ઉતારવામાં આવતા હતાં. એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા માટે દબાણ કરવામાં આવતું હતું. ​જુનિયર ડોક્ટરો પર ગુનેગાર જેવો અત્યાચાર ગુજારતાં આખી રાત ઓ.ટી. અને વોર્ડની બહાર ઊભા રાખવામાં આવતા હતા, જાહેરમાં અને વોર્ડમાં બિભત્સ ગાળો બોલી માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ થતો હતો, જમવા કે સૂવા માટે કોઈ ફિક્સ સમય આપવામાં આવતો નહોતો જો કોઈ ડોક્ટર આરામ કરતો પકડાઈ જાય તો તેમને અલગથી સજા કરવામાં આવતી હતી. ચાર મહિના ત્રાસ ને રાત્રે 3 વાગે ઉઠક-બેઠક કરાવતા રાત્રે 3 વાગ્યે બોલાવી ઉઠક-બેઠક કરાવવી અને માર મારવાની ધમકીઓ આપવી જેવી હરકતો કરવામાં આવતી હતી. ​સતત ચાર મહિનાના આ ત્રાસને કારણે ભોગ બનનાર અનેક ડોક્ટરો શારીરિક અને માનસિક બીમારીનો શિકાર બન્યા હતા અને તેમને સારવાર માટે વિવિધ વિભાગોમાં દાખલ થવું પડ્યું હતું. ફરિયાદ નોંધાઈ ​આ સમગ્ર મામલે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના તંત્ર દ્વારા યુજીસી અને એનએમસીની ગાઈડલાઈન મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ પ્રકારના રેગિંગના બનાવે સમગ્ર તબીબી આલમમાં ભારે ચકચાર જગાવી છે. સાંજે 5 વાગ્યેથી મળેલી બેઠક મોડી રાતના 2 વાગ્યા સુધી ચાલી હતી આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહે જણાવ્યું હતું કે, આ સૌથી પહેલા તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક વિદ્યાર્થી કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણી એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભર્યો નિર્ણય હોય છે. પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી, એ જેમાં ગઈકાલે 5 વાગ્યે સાંજે મીટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટીરેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યાથી તે અત્યારે સવારે વહેલી સવારે બે વાગ્યા છે, ત્યાં સુધી મેરેથોન બેઠકમાં દરેકે દરેક મેમ્બર અહીંયા હાજર હતા અને કારણ આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે. આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાનો આદેશ તેને વધુમાં કહ્યું કે, ​એ વાતની પૂર્તતા જે એની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો હોય આપણે એમને પૂછતા હતા અને જ્યારે જ્યારે ડિસ્ક્રીપન્સી આવતી હતી ત્યારે ત્યારે દરેક પક્ષને બન્ને બાજુ પૂરતો એક વાર બે વાર નહિ પણ ત્રણ ત્રણ વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જે જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય. તો આ સમગ્ર નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવે છે. એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી આમ તો આજથી આ સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે છ વાગ્યા સુધીનો સમય આપીએ છે ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે. આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ, જુનિયર પાસેથી સિનિયર્સ પૈસા પડાવતા અને મુર્ગા બનાવતા 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરાયા ચિન્મય શાહે જણાવ્યું હતું કે, તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવ હતો એની સિરીયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સર ટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે એ વસ્તુ સાબિત થાય છે કે છે એટલા માટે આજરોજ સત્તાવાર રીતે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રીક્ષા ચાલક પર હુમલો કરનારા 3 ઝડપાયા:જૂની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કર્યાનું સામે આવ્યું
    Next Article
    આણંદ કલેક્ટરે અધિકારીઓને આપ્યો કડક આદેશ:પડતર અરજીઓ, પ્રિ-મોન્સૂન કામગીરીનો તાત્કાલિક નિકાલ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment