Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ કલેક્ટરે અધિકારીઓને આપ્યો કડક આદેશ:પડતર અરજીઓ, પ્રિ-મોન્સૂન કામગીરીનો તાત્કાલિક નિકાલ કરો

    14 hours ago

    આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગના અધિકારીઓને નાગરિકોની પડતર અરજીઓનો તાકીદે નિકાલ કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. સાંસદ મિતેશ પટેલ સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અધિકારીઓને ચોમાસા પૂર્વેની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે અગાઉના વર્ષોમાં સર્જાયેલી પૂર કે પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરી આગોતરા પગલાં લેવા સૂચના આપી. વીજળી વિભાગને વીજકાપ અને ઓવરલોડિંગની સમસ્યા નિવારવા તેમજ કંટ્રોલ રૂમને ૨૪ કલાક કાર્યરત રાખવા તાકીદ કરી હતી. ખેડૂતોના હિતમાં, કલેક્ટરે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર વધુમાં વધુ ખેડૂતોની નોંધણી સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે રસ્તા-પુલના સમારકામ, પીવાના પાણીની રજૂઆતો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પણ જણાવ્યું. બેઠકમાં જનપ્રતિનિધિઓએ પ્રદૂષણ નિવારણ, MGVCL, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, ICDS, આરોગ્ય, સિંચાઈ, દાંડી માર્ગ, સમાજ કલ્યાણ અને ખાણ ખનીજ વિભાગને લગતી ફરિયાદો રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન પટેલ, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી, ધારાસભ્ય વિપુલ પટેલ, ધારાસભ્ય અમિત ચાવડા, નિવાસી અધિક કલેક્ટર લલિત પટેલ અને DRDA નિયામક જે.વી. દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલ અને અન્ય તાલુકા મથકોના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં ઘટસ્ફોટ, રાત્રે 3 વાગે ઉઠક-બેઠક કરાવતા:4 મહિનાથી ત્રાસ આપતા, એકની એક વસ્તુ હજારથી વધુ વખત લખવા દબાણ કરતા; 7 સિનિયર ડોક્ટર સામે ફરિયાદ
    Next Article
    પાટણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો:વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, વિપક્ષનો ઉગ્ર વિરોધ, વિવિધ સમિતિની નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment