Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગરમી ગિયર બદલશે:3-4 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે

    4 days ago

    કુદરત અત્યારે જાણે બે વિરોધાભાસી મિજાજ બતાવી રહી છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદના રૂપે થયેલી ‘મેઘવર્ષા’ એ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, પરંતુ હવે સ્થિતિ પલટાઈ રહી છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં તેની ગુજરાત પરની અસર શૂન્ય થઈ છે. પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે ‘અગનવર્ષા’ની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 3-4 દિવસમાં રાજકોટનું તાપમાન ફરી 40 ડિગ્રીની સપાટીને આંબી જાય તેવી પ્રબળ શક્યતા છે. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે હવે આકાશ ચોખ્ખું થતા અને ભેજનું પ્રમાણ ઘટતા સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. આગામી 48 કલાકમાં જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તોતિંગ વધારો નોંધાશે. જે બાદ તાપમાન સ્થિર થશે, પરંતુ ગરમીનો અહેસાસ વધતો રહેશે. ખેડૂતો માટે રાહતના સમાચાર, વરસાદની શક્યતા ‘નહિવત’ જગતના તાત માટે આ અઠવાડિયું રાહતભર્યું રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સાત દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે, એટલે કે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. માવઠાના ડરથી ફફડતા ખેડૂતો હવે પોતાનો પાક સુરક્ષિત રીતે સંભાળી શકશે. જો સાત દિવસ પછી કોઈ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તો જ વાતાવરણમાં પલટો આવશે, ત્યાં સુધી માત્ર સૂકી ગરમીનો સામનો કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    બટરફ્લાય ગાર્ડનનું કરાશે નિર્માણ:બાલભવનમાં પાંગરશે પતંગિયાનું નવું સામ્રાજ્ય
    Next Article
    મંડે પોઝિટીવ:રૂ. 15 હજારથી 1.5 લાખની ફીવાળી સ્કૂલમાં 5 વર્ષમાં રાજકોટના 27 હજાર બાળકોને મળ્યું નિ:શુલ્ક ભણતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment