Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બટરફ્લાય ગાર્ડનનું કરાશે નિર્માણ:બાલભવનમાં પાંગરશે પતંગિયાનું નવું સામ્રાજ્ય

    4 days ago

    રાજકોટનું હૃદય ગણાતું રેસકોર્સ અને ત્યાં આવેલું બાળકોનું માનીતું ‘બાલભવન’ હંમેશાં કંઈક નવું પીરસવા માટે જાણીતું છે. ડિજિટલ યુગમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ સમય વીતાવે છે, ત્યારે તેમને પ્રકૃતિની વધુ નજીક લઇ જવા અને તેનું મહત્ત્વ સમજાય તે માટે બાલભવન અને ‘વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન’ના સંયુક્ત ઉપક્રમે બટરફ્લાય ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મહિનાથી અહીં આ ગાર્ડન બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને પૂર્ણ થતા હજુ એક મહિનો થશે. આ કાર્ય કરવા પાછળનો હેતુ જણાવતા સંસ્થાના નવનીતભાઇ અગ્રાવતએ કહ્યું હતું કે, મધમાખી, પતંગિયા અને ભમરો ન હોય તો માણસનું જીવન અશક્ય છે. કેમ કે પોલિનેશનની પ્રક્રિયા માટે આ ત્રણેય જીવ જરૂરી છે અને પોલિનેશન કરે ત્યારે જ ફૂલમાંથી ફળ બને. જેમાં એક મધમાખી 3 કિમીની ત્રિજ્યામાં ફરી પોલિનેશન કરી ખેડૂતનું ઉત્પાદન વધારે છે. રાજકોટના બાલભવનના ગાર્ડનમાં 25થી વધુ છોડ વવાશે, 4 પ્લાન્ટ પુનાથી મગાવ્યા ગાર્ડનમાં હાલ હાથીસૂંઢી, ઘૂઘરો, નીલા ચિત્રક, સ્નેકવીડ, મેક્સિકન સનફ્લાવર, કોસમોસ, મોસવરબેના છોડ વાવવામાં આવ્યા. પતંગિયા, ભમરો અને મધમાખી આકર્ષાય તેવા અહીં 25થી વધુ છોડ વવાશે. જેમાં લેન્ટેના, સૂર્યમુખી, કોસમોસ, જીનિયા, જુઇ, ગલગોટો અને તેમાં પણ હાથીસૂંઢી, ઘૂઘરો એ પતંગિયાને સૌથી પ્રિય છોડ છે. કેમ કે આ દરેક તેનું ભાવતું ભોજન કહી શકાય. મોટાભાગે લીંબુના વૃક્ષમાં જે ઇયળ જોવા મળે તે પતંગિયાની હોય છે તેમાંથી કોસેટો બને અને પતંગિયું બહાર આવે છે. 25 છોડમાંથી કનક ચંપો, સુવર્ણ ચંપો, લેન્ટના અને જેકરંડા આ ચાર છોડ પુનાથી મગાવવામાં આવ્યા છે. જેમાં કનક ચંપો સૌથી મોંઘો હોય છે અને તેનું પાન થાળી જેટલું થાય છે. તે ફૂલ, છાંયો, ઓક્સિજન અને રાત્રે સુગંધ માટે મહત્ત્વનો છે. લેક્ચર દ્વારા કિચન ગાર્ડનની નિ:શુલ્ક માહિતી આપી, ટેરેસ પર શાકભાજીનું વાવેતર કરાશે બાલભવનના મનુભાઇ વોરા હોલમાં 1 મહિના બાદ રાજકોટની કોઇ પણ બહેનોને કિચન ગાર્ડન અંગેની નિ:શુલ્ક માહિતી આપવાનું શરૂ કરાશે અને હોલના ટેરેસ પર શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવશે તથા બહેનોને વર્મી કમ્પોસ્ટ અને બિયારણની કિટ પણ વિનામૂલ્યે અપાશે. જેમાં ઉર્વેશ પટેલ એન્વાયરમેન્ટનું લેક્ચર, પ્રો.જિલેશ એન્ઝાઇન અને વર્મી કમ્પોસ્ટ, માલદેભાઇ ફળાઉ વૃક્ષને કેવી રીતે મેન્ટેન કરવા, મીરાબેન પરમાર હિન્દી ટ્રાન્સલેશન ઓફિસર અને નવનીતભાઇ અગ્રાવત સંપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સંભાળશે. પતંગિયાની પ્રજાતિઓ
    Click here to Read More
    Previous Article
    રોજ 1.74 કરોડ લિટર પાણી શુદ્ધ કરી શકાશે:રાજકોટના પૂર્વ ઝોનની ગંદા પાણીની સમસ્યા દૂર કરવા રૂ.39.49 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે
    Next Article
    રાજકોટમાં ગરમી ગિયર બદલશે:3-4 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment