Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:રૂ. 15 હજારથી 1.5 લાખની ફીવાળી સ્કૂલમાં 5 વર્ષમાં રાજકોટના 27 હજાર બાળકોને મળ્યું નિ:શુલ્ક ભણતર

    4 days ago

    શિક્ષણ એ મોંઘી મિલકત બની ગઈ હોય તેવા સમયમાં, રાજકોટના મધ્યમ અને શ્રમિકવર્ગના પરિવારો માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) એક આર્થિક કવચ સાબિત થયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષનું ચિત્ર જોઈએ તો એક આશ્ચર્યજનક આંકડો સામે આવે છે. જે શાળાઓમાં પગ મૂકતા પહેલા સામાન્ય માણસે બે વાર વિચાર કરવો પડતો હતો, તેવી રૂ.15 હજારથી માંડીને રૂ.1.50 લાખ સુધીની વાર્ષિક ફી ધરાવતી હાઈ-ફાઈ સ્કૂલોમાં 27,000થી વધુ બાળકો આજે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. જો આ 27,000 બાળકોએ ખાનગી ક્વોટામાં પ્રવેશ લીધો હોત, તો સરેરાશ ફી મુજબ રાજકોટના વાલીઓએ પાંચ વર્ષમાં અંદાજે રૂ.50 કરોડથી વધુની માતબર રકમ સ્કૂલના કાઉન્ટર પર જમા કરાવવી પડી હોત, પરંતુ RTEના અમલીકરણને કારણે આ 50 કરોડ રૂપિયા મધ્યમવર્ગના વાલીઓના ખિસ્સામાં બચ્યા છે. આ રકમનો ઉપયોગ આજે પરિવારો પોતાના ઘરના અન્ય સપનાઓ પૂરા કરવામાં કે બાળકોના ઉજ્જવળ ઉચ્ચ અભ્યાસ માટે કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 5000થી વધુ બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ દર વર્ષે હજારો એવા પરિવારોની જીત છે જેઓ પોતાના સંતાનોને શહેરની શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ આપવા માગતા હતા. સ્માર્ટ ક્લાસ, રમતગમતના મેદાનો અને આધુનિક લાઇબ્રેરી ધરાવતી શાળાઓમાં જ્યારે મજૂરનો દીકરો અને ઉદ્યોગપતિનું સંતાન એક જ બેન્ચ પર બેસીને ભણે છે, ત્યારે સામાજિક સમાનતાનું સાચું ચિત્ર ઉપસે છે. કિસ્સો-1 | ખિસ્સા ખાલી હતા, પણ દીકરાનું નસીબ ભરેલું નીકળ્યું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા એક વાલી જણાવે છે કે, દીકરાને મોટી સ્કૂલમાં ભણાવવાની ઈચ્છા તો હતી પણ હિંમત નહોતી. RTEમાં ફોર્મ ભર્યું અને નંબર લાગી ગયો. આજે મારો દીકરો ટાઈ-બેલ્ટ લગાવીને સ્કૂલે જાય છે ત્યારે ગર્વ અનુભવાય છે. જે ફી મારે ભરવાની હતી તે હવે હું તેના ભવિષ્ય માટે બેંકમાં જમા કરું છું. કિસ્સો-2 | પતિના અવસાન પછી ભણતર છૂટી જશે એવો ડર હતો રૈયા રોડ પર રહેતા ગીતાબેન (નામ બદલ્યું છે) જેમના પતિનું અવસાન કોરોનાકાળમાં થયું હતું. તેઓ સિલાઈ કામ કરે છે. દીકરાને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવાની તેમની ઈચ્છા અધૂરી રહી જાય તેમ હતી. ઘરનું ભાડું ભરવું કે દીકરાની સ્કૂલની ફી? આ સવાલ રોજ સતાવતો, પછી RTEમાં એડમિશન મળ્યું ત્યારથી ફી ભરવાની ચિંતા જ દૂર થઇ ગઈ. RTEનું રાજકોટ જિલ્લાનું 5 વર્ષનું સરવૈયું
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગરમી ગિયર બદલશે:3-4 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે
    Next Article
    સિટી એન્કર:રાજકોટના 7 યુવાન 12 વર્ષથી ઝૂંપડપટ્ટી સહિત 600 લોકોને જમાડે છે પાઉંભાજી, ગોલા સહિતની ભાવતી વાનગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment