Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટના 7 યુવાન 12 વર્ષથી ઝૂંપડપટ્ટી સહિત 600 લોકોને જમાડે છે પાઉંભાજી, ગોલા સહિતની ભાવતી વાનગી

    4 days ago

    એક સામાન્ય ક્ષણમાંથી જન્મેલો એક અસામાન્ય વિચાર, પરિવાર સાથે જમવા ગયેલા એક યુવાને જ્યારે એક ગરીબ બાળકની આંખોમાં ભૂખ જોઈ, ત્યારે એના અંતર આત્માએ તેને અંદરથી ઝંઝોળી નાખ્યો હતો. એ જ લાગણીએ 12 વર્ષ પહેલાં મિત્રોને સાથે જોડ્યા અને આજે આ વિચાર એક સુંદર સેવાયજ્ઞમાં પરિવર્તિત થયો છે. રાજકોટના સાત યુવાનોનું આ ગ્રૂપ દર મહિને બે વખત શહેરના રૈયાધાર, મોરબી રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકો સહિત આશરે 600 લોકોને પ્રેમથી જમાડે છે. અહીં માત્ર ભોજન નથી આપવામાં આવતું, અહીં લાગણી વહેંચાય છે, માનવતા જીવંત થાય છે. આ મિત્રોમાં કોઈ ધંધાર્થી છે, કોઈ બેંક કર્મચારી છે તો કોઈ એડવોકેટ છે. પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ તેઓ સેવા માટે સમય ફાળવે છે. મહિને બે રવિવાર પરિવાર માટે અને બે રવિવાર આ સેવાકાર્ય માટે ફાળવીને તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવે છે. બાળકોને શું ગમે છે તે ખાસ ધ્યાનમાં રાખીને પાઉંભાજી જેવી ભાવતી વાનગીનું જમણવાર યોજાય છે. ઉનાળામાં બાળકોને ગોલા ખાવાની મજા મળે તે માટે આ યુવાનો પોતે જ ગોલા બનાવવાનું મશીન લાવી ચૂક્યા છે. હવે તેઓ પોતાના હાથથી ગોલા બનાવીને બાળકોને ખવડાવે છે અને તે ક્ષણે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી જ તેમના માટે સૌથી મોટો આનંદ બને છે. દર મહિને આ યુવાનો આશરે 16 વિધવા અને જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કિટ આપે છે. કિટમાં ઘઉં, ચોખા, ગોળ, તેલ, પૌવા, મમરા અને મસાલા સામેલ હોય છે. આ સહાય માત્ર ખોરાક નથી, પરંતુ મુશ્કેલીમાં એક મજબૂત સહારો અને આશાનો સંદેશ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો કોઈ નામ કે પ્રસિદ્ધિ પાછળ સેવા કાર્ય નથી કરતા, જ્યારે તેમના ગ્રૂપનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ નમ્રતાથી કહ્યું,“આ સેવા નામ માટે નથી.” પોતાનો ફોટો કે ઓળખ જાહેર કરવાની પણ તેમણે ના પાડી. આજના સમયમાં જ્યાં નાની મદદ પણ દેખાડવામાં આવે છે, ત્યાં આ યુવાનો નિ:શબ્દ રીતે સેવા કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:રૂ. 15 હજારથી 1.5 લાખની ફીવાળી સ્કૂલમાં 5 વર્ષમાં રાજકોટના 27 હજાર બાળકોને મળ્યું નિ:શુલ્ક ભણતર
    Next Article
    કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં 6 માસમાં સેવા બંધ થશે:ITIમાંથી લર્નિંગ લાઇસન્સ આપવાનું કામ બંધ કરી દેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment